Video: મ્યુઝિક વીડિયો દિલ કા ક્યા કરે 2.0ના રિલીઝ પહેલાં માહિરા શર્મા સિદ્ધિવિનાયક મંદિરમાં પહોંચી

સોર્સ: gstv

અભિનેત્રી માહિરા શર્મા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરવા માટે પહોંચી હતી અને શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. પોતાના નવા મ્યુઝિક વીડિયો દિલ કા ક્યા કરે 2.0ના લોન્ચિંગ અગાઉ સફળતા અને સારા પ્રતિસાદની કામના સાથે તેણે બાપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં માહિરા પરંપરાગત પોશાકમાં જોવા મળી હતી અને દર્શન કર્યા બાદ તેણે ઉપસ્થિત ભક્તો તથા મીડિયા સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કર્યો હતો. આ મ્યુઝિક વીડિયો રિલીઝ થવા જઈ રહ્યો છે ત્યારે માહિરાના દર્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત