ગ્રેમી એવોર્ડ્સની યાદી જાહેર: 'ધુરંધર'ને એક પણ કેટેગરીમાં નોમિનેશન નહીં, મ્યુઝિક જગતમાં ચર્ચા

ગ્રેમી એવોર્ડ્સની યાદી જાહેર: 'ધુરંધર'ને એક પણ કેટેગરીમાં નોમિનેશન નહીં, મ્યુઝિક જગતમાં ચર્ચા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રણવીર સિંહની 'ધુરંધર : ધ રિવેન્જ' ફિલ્મમાં શાશ્વત સચદેવે કમ્પોઝ કરેલાં મ્યુઝિક અને ગીતો માટે ગ્રેમીની વિવિધ કેટેગરીમાં આઠ એન્ટ્રી મોકલવામાં આવી હતી પણ ફિલ્મ એક પણ નોમિનેશન મેળવવામાં સફળ થઇ નહોતી. બીજી તરફ દેવાન ઇકમ્બરમ અને સુષાનું વારુવૈઇ ગ્રેમ્મી નોમિનેશન મેળવનારું પ્રથમ તમિળ ગીત બન્યું હતું.

'ધુરંધર'ના વિવિધ ગીતોને વિવિધ કેટેગરીઓ જેમ કે બેસ્ટ સોંગ રીટન ફોર વિઝ્યુઅલ મિડિયા, બેસ્ટ પોપ ડયુઓ/ગુ્રપ પરફોર્મન્સ, બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ, બેસ્ટ એશિયન પોપ મ્યુઝિક પરફોર્મન્સ અને બેસ્ટ રેપ પરફોર્મન્સમાં એન્ટ્રી નોંધાવવામાં આવી હતી પણ ફિલ્મ એકપણ નોમિનેશન મેળવવામાં સફળ થઇ નહોતી.

જાહેરાત

બીજી તરફ આ વખતે ૨૦૨૭માં અગિયાર ગ્રેમ્મી નોમિનેશન મેળવી રાયે મોખરે છે. એ પછી રોસાલિયાને નવ નોમિનેશન મળ્યાં છે. જ્યારે બિયોન્સેએ તેની કારકિર્દીમાં ૧૦૦મું ગ્રેમી નોમિનેશન મેળવી ચર્ચાનો વિષય બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત