Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : "Laalo" breaks surprising records, leaving behind "Stree-2", "Chhawa" and "Pushpa-2"

"લાલો"એ તોડ્યા આશ્ચર્યજનક રેકોર્ડ, "સ્ત્રી-2", "છાવા" અને "પુષ્પા-2"ને પાછળ છોડી

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
"લાલો"એ તોડ્યા આશ્ચર્યજનક રેકોર્ડ,  "સ્ત્રી-2", "છાવા" અને "પુષ્પા-2"ને પાછળ છોડી
સોર્સ : gstv

"સ્ત્રી-2" હિન્દી સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. તેણે વિશ્વભરમાં 857 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી હતી. જો કે, આપણી ગુજરાતી ફિલ્મ, જેણે તેના શરૂઆતના દિવસે માત્ર 2 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા. તેણે "સ્ત્રી-2"ની કમાણીને પાછળ છોડી દીધી છે. "લાલો: કૃષ્ણ સદા સહાયતે", આ ફિલ્મ રિલીઝના આઠમા અઠવાડિયામાં દેશની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

App Store

56 દિવસ પછી પણ થિયેટરોમાં ચાલી રહી છે ફિલ્મ

"લાલો" ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. 10 ઓક્ટોબરે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી, ત્યારે તેણે ફક્ત 2 લાખ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, લોકોના જબરદસ્ત પ્રતિસાદને કારણે, તેની કમાણી ઝડપથી આગળ વધી છે. તે 56 દિવસ પછી પણ થિયેટરોમાં ચાલી રહી છે.

100 કરોડથી વધુની કમાણી કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ

"લાલો" બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે. એક રિપોર્ટ પ્રમાણે, તેણે સ્થાનિક સ્તરે 103 કરોડ અને વિશ્વભરમાં 109.5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

આઠમા અઠવાડિયામાં ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

આ ફિલ્મ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. તાજેતરમાં, તે તેના આઠમા અઠવાડિયામાં ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. એક અહેવાલના જણાવ્યા અનુસાર, તેણે તેના આઠમા અઠવાડિયામાં 9.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અગાઉ, આ રેકોર્ડ "સ્ત્રી-2" ના નામે હતો, જેણે 4.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

દેશની મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

એટલું જ નહીં, "લાલો" એ "છાવા" અને "પુષ્પા-2"ના આઠમા અઠવાડિયાના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. વિકી કૌશલની ફિલ્મે 4.10 કરોડ, જ્યારે અલ્લુ અર્જુનની ફિલ્મે 2.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. નોંધનીય છે કે, "સ્ત્રી-2", "છાવા" અને "પુષ્પા-2" ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. તેથી, "લાલો" એ આ રેકોર્ડ તોડ્યા તે ખરેખર આશ્ચર્યજનક છે. સાથે આપણા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગર્વની ક્ષણ છે.

ફક્ત 50 લાખમાં બનેલી ફિલ્મે 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો

"લાલો" ફિલ્મ ફક્ત 50 લાખ રૂપિયાના બજેટમાં બની હતી, છતાં તેણે બોક્સ ઓફિસ પર 109.5 કરોડની કમાણી કરી છે. આ તેના બજેટના 21,800 ટકા નફો દર્શાવે છે. અગાઉ, સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મનો રેકોર્ડ "ચાલ જીવી લઈયે" ના નામે હતો, જેણે લગભગ 50 કરોડની કમાણી કરી હતી. "લાલો" ફિલ્મનું દિગ્દર્શન અંકિત સાખિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કરણ જોશી, રીવા રાછ, શ્રુહદ ગોસ્વામી, અંશુ જોશી અને પારુલ રાજગુરુ જેવા કલાકારોએ કામ કર્યું છે.