મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ભારતમાં આ રીતે ફોટો પડાવવા પર ખરાબ રીતે ટ્રોલ થઈ કિમ કાર્દશિયન, એટલી ગભરાઈ ગઈ કે...

હોલિવૂડ સેન્સેશન કિમ કાર્દાશિયન બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને

ભારતમાં આ રીતે ફોટો પડાવવા પર ખરાબ રીતે ટ્રોલ થઈ કિમ કાર્દશિયન, એટલી ગભરાઈ ગઈ કે...

હોલિવૂડ સેન્સેશન કિમ કાર્દાશિયન બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે તેની બહેન ખ્લો સાથે ભારત આવી હતી. અનંત-રાધિકાના લગ્નમાં તેણે અલગ જ આકર્ષણ ઉમેર્યું હતું. લગ્ન બાદ કિમ અને ખ્લો કાર્દાશિયન તેમના ઘરે પરત ફરી ગઈ છે. ભારતથી પરત ફર્યા બાદ કિમ કાર્દાશિયને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે. પરંતુ તેમાંથી એક તસવીરમાં તે ભગવાન ગણેશની મૂર્તિ સાથે પોઝ આપવાને લઈને ખરાબ રીતે ટ્રોલ થઈ છે. લોકોએ તેને એટલી ટ્રોલ કરી કે હોલિવૂડ સેન્સેશને હવે તે ફોટો તેના ઈન્સ્ટાગ્રામ પરથી જ ડિલીટ કરી નાખ્યો છે.

ભગવાન ગણેશની મૂર્તિ સાથે પોઝ આપવો પડ્યો ભારે!

કિમ કાર્દાશિયને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં મનીષ મલ્હોત્રાના ડિઝાઇનર વ્હાઇટ અને ગોલ્ડન કલરના લહેંગા પહેર્યા હતા. કિમે ઇન્સ્ટાગ્રામ પર લહેંગા-ચોલી લુકમાં ઘણી તસવીરો શેર કરી હતી. અને કેપ્શનમાં પણ લખ્યું હતું - 'અંબાણી લગ્ન માટે હીરા અને મોતી.' લગભગ 10 ફોટાઓમાંથી, કિમે 9મી સ્લાઈડમાં એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે ભગવાન ગણેશની મૂર્તિ પર હાથ મૂકીને તેના પર ચહેરો ટેકાવીને પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીર પર લોકોએ કિમ કાર્દાશિયનને જબરદસ્ત ટ્રોલ કરી હતી. 

ખરાબ રીતે ટ્રોલ થઈ કિમ કાર્દાશિયન 

કિમ કાર્દાશિયનના આ ફોટો પર એક યુઝરે લખ્યું- 'અમે ભારતીય સંસ્કૃતિનું અપમાન સહન નહીં કરીએ'. તો બીજાએ લખ્યું - 'આ તદ્દન અયોગ્ય છે અને તેનાથી પણ વધુ અપમાનજનક છે જ્યારે તમે તે સંસ્કૃતિના નથી.' તો બીજાએ લખ્યું - 'કિમ ભગવાન ગણેશનો ઉપયોગ તેના બિનજરૂરી ફોટા ક્લિક કરાવવા માટે કરી રહી છે.'

કિમે ડિલીટ કર્યો ફોટો 

જોકે, ટ્રોલ થયા પછી કિમ કાર્દાશિયને ભગવાન ગણેશની મૂર્તિ સાથે પોઝ આપતો પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધો છે. પરંતુ કિમનો આ ફોટો હજુ પણ ઘણા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો