માતા બન્યા પછી પહેલીવાર સ્પોટ થઈ કિયારા અડવાણી, તસવીરો વાયરલ

સોર્સ : gstv
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ 15 જુલાઈના રોજ એક નાની રાજકુમારીનું સ્વાગત કર્યું. હવે, માતા બન્યા પછી આજે (8 ડિસેમ્બરના રોજ) તે પહેલીવાર જાહેરમાં જોવા મળી છે. દરમિયાન તે સ્ટાઇલિશ લુકમાં જોવા મળી, તેના લુક એ સૌને આકર્ષિત કર્યા હતા.
કિયારાએ પાપારાઝીને પોઝ આપ્યા
આજે જાહેરમાં જોવા મળતા અભિનેત્રીને પાપારાઝીએ કેમેરામાં કેદ કરી લીધી હતી. અભિનેત્રીના લુક વિશે વાત કરીએ તો, તેણે ડેનિમ શોર્ટ્સ અને શર્ટ પહેર્યું હતું. અભિનેત્રીએ લાઈટ મેકઅપ અને પોનીટેલ હેરસ્ટાઇલ કરી હતી, જેનાથી તે એકદમ સુંદર દેખાતી હતી.
તેણે પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. તેના આ ફોટા સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.

