Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Katrina Kaif and Vicky Kaushal couple is expecting their first child

માતા બનવાની છે કેટરિના કૈફ, લગ્નના 4 વર્ષ બાદ પિતા બનશે વિક્કી કૌશલ

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2025
લાઇવ ટીવીGoogle News
માતા બનવાની છે કેટરિના કૈફ, લગ્નના 4 વર્ષ બાદ પિતા બનશે વિક્કી કૌશલ
સોર્સ : GSTV

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને એક્ટર વિક્કી કૌશલ પોતાના પ્રથમ બાળકનું વેલકમ કરવા માટે તૈયાર છે. કેટરીના પ્રેગનન્ટ છે અને લગ્નના ચાર વર્ષ બાદ પોતાના પ્રથમ બાળકને જન્મ આપવા જઇ રહી છે. વિક્કી અને કેટરીના આવતા મહિને પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરી શકે છે.

App Store

કેટરીના કૈફ પ્રેગનન્ટ હોવાના સમાચાર

આવું પ્રથમ વખત નથી જ્યારે કેટરીના કૈફના પ્રેગનન્ટ હોવાના સમાચાર સામે આવ્યા છે. પહેલા પણ કેટલીક વખત આવી અફવાઓ સામે આવી ચુકી છે પરંતુ વિક્કી કૌશલે તેને ફગાવી દીધી હતી. 

લગ્નના ચાર વર્ષ બાદ પિતા બનશે વિક્કી કૌશલ-કેટરિના કૈફ

કેટરીના કૈફ અને વિક્કી કૌશલ લગ્નના ચાર વર્ષ બાદ પેરેન્ટ્સ બનવા જઇ રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે કેટરીના અને વિક્કી આ વર્ષે ઓક્ટોબર કે નવેમ્બરમાં પોતાના પ્રથમ બાળકનું વેલકમ કરશે. તે બાદ કેટરીના લાંબો મેટરનીટિ બ્રેક લેવાની છે કારણ કે તે પોતાનું પુરુ ધ્યાન પોતાના બાળક પર આપવા માંગે છે.

પહેલા પણ કેટરીનાના પ્રેગનન્ટ ઉડી ચુકી છે અફવા

પહેલા જ્યારે કેટરીના કૈફની પ્રેગનન્સીની અફવા સામે આવી હતી ત્યારે વિક્કી કૌશલે કહ્યું હતું કે આ સમાચારમાં કોઇ સત્ય નથી. પોતાની ફિલ્મ બેડ ન્યૂઝના ટ્રેલર લૉન્ચ દરમિયાન વિક્કી કૌશલે રહ્યું હતું-'જ્યાં સુધી ખુશખબરીના સમાચાર છે, અમને તેને તમારી સાથે શેર કરતા ખુશી થશે પરંતુ આ અટકળોમાં કોઇ સત્ય નથી.'

2021માં થયા હતા કેટરીના-વિક્કી કૌશલના લગ્ન

કેટરીના કૈફ અને વિક્કી કૌશલે વર્ષ 2021માં રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા, તેમના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના સંબંધીઓ જ સામેલ થયા હતા. કપલે પોતાની વેડિંગની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી ફેન્સને સરપ્રાઇઝ આપી હતી. હવે ફેન્સ કપલની પ્રેગનન્સીને લઇને એક્સાઇટેડ છે.જોકે, કેટરીના કે વિક્કી કૌશલે હજુ સુધી પ્રેગનન્સીના સમાચારની જાહેરાત કરી નથી.