કાર્તિક આર્યન 'ભૂલ ભુલૈયા 3'ની સફળતા વચ્ચે પહોંચ્યો વારાણસી, દશાશ્વમેધ ઘાટ પર કરી ગંગા આરતી
બોલિવૂડ સુપરસ્ટાર કાર્તિક આર્યન અત્યારે તેની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ની સફળતાનો આનંદ માણ

બોલિવૂડ સુપરસ્ટાર કાર્તિક આર્યન અત્યારે તેની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ 1 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર 'સિંઘમ અગેન' સાથે ક્લેશ થઈ હતી. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 3' એ રિલીઝ થયા પછી 124 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ દરમિયાન કાર્તિક મંગળવારે સાંજે વારાણસી પહોંચ્યો હતો. જ્યાં તેણે ગંગા આરતીમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ- VIDEO: કાળિયાર કેસ સાથે જોડાયેલો સલમાનનો જૂનો વીડિયો થયો વાયરલ
દશાશ્વમેધ ઘાટ પર ઉતારી ગંગા આરતી
કાર્તિક આર્યને ભૂષણ કુમાર સાથે વારાણસી પહોંચ્યો હતો અને દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં હાજરી આપી હતી. તસવીરોમાં કાર્તિક આર્યન વારાણસીના ઘાટ પર મા ગંગાની ભક્તિમાં સંપૂર્ણપણે મગ્ન જોવા મળ્યો હતો. તેણે પોતાના કપાળ પર તિલક પણ લગાવ્યું હતું. કેટલીક તસવીરોમાં તે હાથમાં ફૂલોની માળા પકડેલો પણ જોવા મળ્યો હતો.
સિમ્પલ લુકમાં પહોંચ્યો વારાણસી
કાર્તિક એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે સફેદ શર્ટ સાથે બેઝ કલરનું પેન્ટ પહેર્યું હતું. ઘાટ પર હાજર પંડિતજી કાર્તિક આર્યન અને અન્ય લોકોને પૂજાની વિધિઓ કરાવતા દેખાઈ રહ્યા હતા. અભિનેતા ઘાટ પર બેસીને ગંગા આરતી કરતા જોવા મળ્યો હતો. ભીડને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા' વિશે વાત કરીએ તો, એક્ટર સિવાય તેમાં માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, રાજપાલ યાદવ અને તૃપ્તિ ડિમરી જેવા સ્ટાર્સ પણ છે.






