મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: સોનાક્ષી-ઝહીરના લગ્નથી ખુશ નથી લવ સિંહા? કહ્યું- 'હું સલાહ આપી શકું પણ કોઈને કૂવામાં કૂદવું જ હોય તો...

શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ ઝહીર ઈકબાલ

VIDEO: સોનાક્ષી-ઝહીરના લગ્નથી ખુશ નથી લવ સિંહા? કહ્યું- 'હું સલાહ આપી શકું પણ કોઈને કૂવામાં કૂદવું જ હોય તો...

શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 23 જૂન, 2024ના રોજ અભિનેત્રીના બાંદ્રા એપાર્ટમેન્ટમાં આ કપલે સિવિલ મેસેજ કર્યા હતા. જોકે, આ દરમિયાન તેના બે ભાઈ લવ અને કુશ જોવા મળ્યા ન હતા. જે બાદ ચર્ચા શરૂ થઈ હતી કે સોનાક્ષીના બંને ભાઈઓ ઝહીર સાથેના તેના લગ્નથી ખુશ નથી જ્યારે સોનાક્ષીના લગ્નમાં તેના બંને ભાઈઓની ગેરહાજરીમાં અભિનેતા સાકિબ સલીમ તેના ભાઈની ફરજ નિભાવતો જોવા મળ્યો હતો.

શત્રુઘ્ન સિંહા દીકરીની ખુશી માટે થયા રાજી

સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે. તેના લગ્ન અને રિસેપ્શનની તસવીરોએ આ વાતની કન્ફર્મ કરે છે. પરંતુ રિપોર્ટ્સ મુજબ, સોનાક્ષીના પિતા શત્રુઘ્ન અને તેના બે ભાઈઓ આ લગ્નથી ખુશ નથી. અભિનેત્રીના પિતા શત્રુઘ્ન તેમની દીકરીના લગ્નના દરેક ફંક્શનમાં જોવા મળતા હતા, પરંતુ તેમના ચહેરાના હાવભાવથી ખબર પડી રહી હતી કે તેઓ ખુશ નથી પરંતુ તેમની દીકરીની ખુશી માટે તેમણે ચૂપ રહેવું વધુ સારું માન્યું હતું.

સોનાક્ષીના લગ્નથી ખુશ નથી લવ-કુશ?

અભિનેત્રીના લગ્નમાં સોનાક્ષીનો ભાઈ લવ સિંહા ક્યાંય જોવા મળ્યા ન હતો. અન્ય ભાઈઓ કદાચ સોનાક્ષીના લગ્નથી ખૂબ જ નિરાશ હતા જેના કારણે તેઓએ લગ્ન દરમિયાન મીડિયાથી પોતાનો ચહેરો છુપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી અને ઝહીર સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને તેમના સંબંધોને લઈને અભિનેત્રીના ઘરમાં લાંબા સમયથી હંગામો ચાલી રહ્યો હતો. કહેવાય છે કે, જ્યારે સોનાક્ષી સિંહા તેના બોયફ્રેન્ડ ઝહીર સાથે રહેવા લાગી ત્યારે તેના પિતા અને બંને ભાઈઓ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા.

લવ સિંહાએ કહ્યું હતું કે, સોનાક્ષી સારા-ખરાબને સમજી શકતી નથી

આ બધાની વચ્ચે સોનાક્ષીના ભાઈ લવનો એક ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું લાગી રહ્યું છે કે, તે તેની બહેન સોનાક્ષીને ઝહીર સાથેના સંબંધો અંગે કેટલાક સૂચનો આપી રહ્યો છે. સિદ્ધાર્થ કાનનને આપેલા એક જૂના ઈન્ટરવ્યૂમાં લવ સિંહાએ કહ્યું હતું કે, “મારી બહેનને રાતોરાત સફળતા મળી, આવી સ્થિતિમાં તમે લોકોથી ઘેરાયેલા રહો છો અને દરેક વ્યક્તિ પોતાના ફાયદા માટે આવે છે. હું મારી બહેનને વધુ કહી શકતો નથી, હું હસ્તક્ષેપ કરતો નથી કારણ કે તે એડલ્ટ છે. તેનું પોતાનું જીવન છે, હું માત્ર એટલું જ સૂચન કરી શકું છું કે કોણ સાચું છે અને કોણ ખોટું છે તે ધ્યાનમાં રાખો. મને ચિંતા છે એટલે હું સૂચનો આપું છું. પણ પછી જો કોઈને કૂવામાં કૂદવું હોય તો તમે તેને કૂવામાં કૂદતા રોકી નથી શકતા. લવએ ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે, તેના ભાઈ કુશ સાથે તેનું ખૂબ જ સારું બોન્ડ છે અને તેના પિતા શત્રુઘ્ન સિંહા છેતરપિંડી કરનારા લોકોને ઓળખી લે છે. લવે એમ પણ કહ્યું હતું કે, સોનાક્ષીને સમજાતું નથી કે કયા લોકો સારા છે અને કયા ખરાબ. તે નકલી લોકોને જલદી ઓળખી શકતી નથી.

શું લગ્ન પછી પણ સોનાક્ષી અને લવ-કુશ ઝહીરથી નારાજ છે?

ઉલ્લેખનીય છે કે, સોનાક્ષીના લગ્ન પહેલા જ લવ સિંહાએ કહ્યું હતું કે, તેને તેના લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી. શત્રુઘ્ન સિંહા પણ ગુસ્સામાં દેખાતા હતા પરંતુ તેમની દીકરીના કારણે તેઓ તેના લગ્નના બે દિવસ પહેલા જ રાજી થઈ ગયા હતા અને ત્યારબાદ તેઓ ઝહીર ઈકબાલના ઘરે પણ પહોંચ્યા હતા અને લગ્નથી લઈને રિસેપ્શન સુધીના દરેક ફંક્શનમાં જોવા મળ્યા હતા. જોકે, લવ અને કુશ પણ અભિનેત્રીના લગ્નમાં આવ્યા હતા પરંતુ તેઓ મીડિયાની સામે આવ્યા ન હતા, જેનાથી લાગે છે કે બંને ભાઈઓને સોનાક્ષીના ઝહીર સાથેના સંબંધો હજુ પણ મંજૂર નથી. ખેર, આ બધા મીડિયા રિપોર્ટ્સમાં ફેલાયેલા સમાચાર છે, સાચું શું છે, તે માત્ર સોનાક્ષી અને તેના બે ભાઈઓ જ સારી રીતે જાણે છે.

આ સમાચાર શેર કરો