એક્ટર નહીં પણ ક્રિકેટર બનવા માંગતો હતો ઈરફાન ખાન, નસીબ બદલાયું અને બન્યો સુપરસ્ટાર
ઈરફાન ખાનના મૃત્યુને 4 વર્ષ વીતી ગયા છે. એક્ટરે 29 એપ્રિલ, 2020ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું હતું. 7 જાન્

ઈરફાન ખાનના મૃત્યુને 4 વર્ષ વીતી ગયા છે. એક્ટરે 29 એપ્રિલ, 2020ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું હતું. 7 જાન્યુઆરી, 2025 એ હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર ઈરફાન ખાનની 58મી જન્મજયંતિ છે. દિવંગત એક્ટર ઈરફાન ખાને બોલિવૂડથી લઈને હોલીવૂડ સુધી પોતાની એક્ટિંગની છાપ છોડી હતી. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. ઘણા એવા મહાન સ્ટાર્સ છે જેમને દરેક વ્યક્તિ સ્ક્રીન પર જોવાનું પસંદ કરે છે અને તેમના મૃત્યુ પછી પણ લોકો તેમને ભૂલી શકતા નથી. તે એક્ટર્સમાંનો એક હતો ઈરફાન ખાન, જેને 2011 માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: 'ગેમ ચેન્જર'ની ઈવેન્ટમાંથી પરત ફરી રહેલા બે ફેન્સના મોત, ફિલ્મના પ્રોડ્યુસરે પરિવારની મદદ માટે લંબાવ્યો હાથ
ઈરફાન ક્રિકેટરમાંથી એક્ટર બન્યો
ઈરફાનનો જન્મ 7 જાન્યુઆરી 1967ના રોજ રાજસ્થાનના જયપુરમાં એક મુસ્લિમ પઠાણ પરિવારમાં થયો હતો. તે એક્ટર નહીં પણ ક્રિકેટર બનવા માંગતો હતો. ઈરફાન ખાને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો, 'એક સમય હતો જ્યારે હું ક્રિકેટ રમતો હતો. મારી પસંદગી સીકે નાયડુ ટૂર્નામેન્ટ માટે થઈ હતી. તેમાં મારા 26 મિત્રોને પસંદ કરવામાં આવ્યા હતા જેમને કેમ્પમાં જવાનું હતું, પરંતુ પૈસાના અભાવે હું ન જઈ શક્યો અને પછી મેં ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો.'
માત્ર ટીવી-બોલીવૂડમાં જ નહી હોલીવૂડમાં પણ ઓળખ બનાવી
ઈરફાને 'ધ વોરિયર', 'મકબૂલ', 'હાસિલ', 'ધ નેમસેક', 'રોગ' જેવી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરી હતી. તે હોલીવૂડની ફિલ્મો 'અ માઈટી હાર્ટ', 'લાઈફ ઓફ પાઈ' અને 'ધ અમેઝિંગ સ્પાઈડર મેન' માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત હતો. તેણે ટીવીની દુનિયામાં પણ કામ કર્યું હતું. તેણે હિન્દી સિનેમાની 30 થી વધુ ફિલ્મોમાં એક્ટિંગ કરી. એટલું જ નહીં, 2011માં તેને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 60મા નેશનલ ફિલ્મ એવોર્ડ 2012માં, ઈરફાન ખાનને ફિલ્મ 'પાન સિંહ તોમર'માં તેની એક્ટિંગ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'હિન્દી મીડિયમ' માટે તેને ફિલ્મફેર બેસ્ટ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. 2020માં રિલીઝ થયેલી 'અંગ્રેઝી મીડિયમ' તેની છેલ્લી ફિલ્મ હતી.
એક્ટરે મૃત્યુની આગાહી કરી હતી
ઈરફાન ખાનની પત્ની સુતાપાએ કહ્યું હતું કે આ એક એવું દર્દ છે જેને ભૂલવું સરળ નથી. તેણે કહ્યું, 'અમે સકારાત્મક રહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું હજુ પણ લોકોને નથી મળી શકતી અને તેમની સાથે વાત નથી કરી શકતી. હું લોકોને મળવા કરતાં લખવામાં સારી છું.' તેણે આગળ કહ્યું, 'હું તેમના મૃત્યુના બે-ત્રણ દિવસ પહેલા હોસ્પિટલમાં હતી અને તેમની અંતિમ ક્ષણોમાં તેમણે કહ્યું, હું મરી જવાનો છું, મેં તેમને કહ્યું કે આવું નહીં થાય, આ પછી તેઓ હસ્યા અને સૂઈ ગયા.'






