'ગેમ ચેન્જર'ની ઈવેન્ટમાંથી પરત ફરી રહેલા બે ફેન્સના મોત, ફિલ્મના પ્રોડ્યુસરે પરિવારની મદદ માટે લંબાવ્યો હાથ
Two fans returning from Game Changer's event died | સાઉથ સ્ટાર રામ ચરણ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'ગેમ ચેન્જર' 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લ

સાઉથ સ્ટાર રામ ચરણ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'ગેમ ચેન્જર' 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મ રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે, જેના માટે આખી ટીમ તેના પ્રમોશનમાં લાગેલી છે. તાજેતરમાં, આંધ્રપ્રદેશના રાજમહેન્દ્રવરમમાં ફિલ્મની પ્રમોશનલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ સફળ રહ્યું હતું. જોકે, ઈવેન્ટ ખતમ થયા પછી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા.
આ પણ વાંચો: જામીન મળ્યાના 2 દિવસ બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો અલ્લુ અર્જુન, કોર્ટે આપ્યા આ 3 આદેશ
4 જાન્યુઆરીએ 'ગેમ ચેન્જર'ની પ્રી-રિલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું, આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ પણ તેમાં સામેલ થયા હતા. જોકે, ઈવેન્ટમાં ભાગ લેનાર બે લોકો ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થતા બંનેના મોત થયા હતા. બંનેની ઓળખ કાકીનાડા જિલ્લાના ગાઈગોલુપાડુના 23 વર્ષીય અરાવ મણિકંઠા અને 22 વર્ષીય ટોકડા ચરણ તરીકે થઈ છે.
10 લાખની મદદ
જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર દિલ રાજુને આ ઘટનાની જાણ થઈ તો તેણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા શેર કરી. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તે બંનેના પરિવારને 5 લાખ રૂપિયાની મદદ કરશે. તેણે કહ્યું કે 'ગેમ ચેન્જર' પ્રી-રિલીઝ ઈવેન્ટ ખૂબ જ ભવ્ય હતી. એવા સમયે જ્યારે અમે આ વિશે ખુશ છીએ, ત્યારે તે ખૂબ જ દુઃખની વાત છે કે ઈવેન્ટમાંથી પાછા ફરતી વખતે એક અકસ્માતમાં બે ફેન્સનું મૃત્યુ થયું. હું તેમના પરિવારને સપોર્ટ કરીશ. મારી તરફથી, હું તેમના પરિવારોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપી રહ્યો છું. આવી ઘટના બને ત્યારે પરિવારોને કેટલી પીડા થાય છે તે હું સમજી શકું છું. હું તેમને મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
પવન કલ્યાણ પણ મદદ કરશે
એક અહેવાલ મુજબ જ્યારે બંને ઈવેન્ટમાંથી બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી એક વેને તેમને જોરદાર ટક્કર મારી હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તે જ રાત્રે બંનેનું મૃત્યુ થયું હતું. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. પવન કલ્યાણે પણ બંનેના પરિવારને 5-5 લાખ રૂપિયાની મદદ કરવાનું કહ્યું છે.






