મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

IIFA 2024: રણબીરની 'એનિમલ' બની બેસ્ટ ફિલ્મ તો શાહરુખ-રાની-ઐશ્વર્યાએ જીત્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો એવોર્ડ, જુઓ આખી લિસ્ટ

અત્યારે અબુ ધાબીમાં ફિલ્મ સ્ટાર્સનો મેળો લાગેલો

IIFA 2024: રણબીરની 'એનિમલ' બની બેસ્ટ ફિલ્મ તો શાહરુખ-રાની-ઐશ્વર્યાએ જીત્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો એવોર્ડ, જુઓ આખી લિસ્ટ

અત્યારે અબુ ધાબીમાં ફિલ્મ સ્ટાર્સનો મેળો લાગેલો છે, કારણ કે ત્યાં IIFA એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા દિવસે IIFA ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સનો દબદબો રહ્યો હતો. જ્યાં સાઉથના ઘણા સ્ટાર્સ, ફિલ્મ્સ અને ડિરેક્ટર્સે એવોર્ડ જીત્યા હતા. જ્યારે બીજા દિવસેબોલિવૂડ સ્ટાર્સે ધૂમ મચાવી હતી. આ ઈવેન્ટને બીજા દિવસે શાહરૂખ ખાન, વિકી કૌશલ અને કરણ જોહરે હોસ્ટ કરી હતી અને ત્રણેયએ સાથે ખૂબ જ મસ્તી કરી હતી.

ત્રણેય ફિલ્મ 'પઠાણ'ના ગીત 'ઝુમે જો પઠાણ મેરી જાન' પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ઈવેન્ટમાં એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા હતા, જેમાં શાહરૂખ ખાનને ગયા વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ 'જવાન' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો અને રાની મુખર્જીને તેની ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત, રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલની ફિલ્મ 'એનિમલ' એ અન્ય ઘણી ફિલ્મોને પછાડીને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. ઉપરાંત, વિધુ વિનોદ ચોપરાને તેમની ફિલ્મ '12વીં ફેલ' માટે બેસ્ટ નિર્દેશકનો એવોર્ડ મળ્યો હતો.

https://www.instagram.com/p/DAej7qYoD3_
https://www.instagram.com/p/DAeW551oBJs
https://www.instagram.com/p/DAembqosBII

IIFA 2024 વિનર્સની આખી લિસ્ટ અહીં જુઓ

બેસ્ટ ફિલ્મ: એનિમલ (ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, પ્રણય રેડ્ડી વાંગા)
બેસ્ટ ડિરેક્ટર: વિધુ વિનોદ ચોપરા - 12વીં ફેલ
બેસ્ટ એક્ટર (મેલ): શાહરૂખ ખાન - જવાન
બેસ્ટ એક્ટર (ફીમેલ): રાની મુખર્જી – મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે
બેસ્ટ સપોર્ટિંગ રોલ એક્ટર (મેલ): અનિલ કપૂર – એનિમલ
બેસ્ટ સપોર્ટિંગ રોલ એક્ટર (ફીમેલ): શબાના આઝમી - રોકી ઔર રાની કી પ્રેમ કહાની
બેસ્ટ પર્ફોર્મન્સ ઇન નેગેટિવ રોલઃ બોબી દેઓલ - એનિમલ
બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર: પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર - એનિમલ
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ): ભૂપિન્દર બબ્બલ - અર્જન વેલી (એનિમલ)
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ): શિલ્પા રાવ - ચલિયા (જવાન)

https://www.instagram.com/p/DAeedI0MLdl/
https://www.instagram.com/p/DAeeuHnMzuE/

IIFA 2024ના કેટલાક વિશેષ પુરસ્કારો

ભારતીય સિનેમામાં આઉટસ્ટેન્ડિંગ અચિવમેન્ટ એવોર્ડ: હેમા માલિની
બેસ્ટ ડેબ્યૂઃ અલીઝેહ અગ્નિહોત્રી
બેસ્ટ સ્ટોરીઃ ઈશિતા મોઈત્રા, શશાંક ખેતાન, સુમિત રોય - રોકી ઔર રાની કી લવ સ્ટોરી
બેસ્ટ મ્યુઝિક: સિદ્ધાર્થ સિંહ અને ગરિમા વાહલ - સતરંગા (એનિમલ)

https://www.instagram.com/p/DAeaqKys3pk
https://www.instagram.com/p/DAeTX_3s0OW

ખૂબ જ યાદગાર રહી IIFA 2024 ઇવેન્ટ

આ સાથે જ IIFA 2024 ઇવેન્ટમાં ઘણા શાનદાર પર્ફોર્મન્સ જોવા મળ્યા, જેમાં શાહિદ કપૂર, વિકી કૌશલ અને ક્રિતી સેનનની જબરદસ્ત ડાન્સ એક્ટ્સ સામેલ હતા. સ્ટેજ પર શાહિદ અને પ્રભુ દેવા અને ક્રિતીએ પોતાના ડાન્સથી બધાને ઈમ્પ્રેસ કર્યા હતા, જ્યારે વિકીએ તેના હિટ ગીત 'તૌબા તૌબા' પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું, જેણે લોકોના દિલ જીતી લીધા હતા. IIFA 2024ની આ ઈવેન્ટ ફરી એકવાર સ્ટાર્સ અને ફેન્સ માટે યાદગાર બની ગઈ, જ્યાં ફિલ્મી દુનિયાના બેસ્ટ સ્ટાર્સ એકસાથે જોવા મળ્યા.

IIFA 2024 - તમિલ ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ 

જો સાઉથ સિનેમાની વાત કરવામાં આવે તો એવોર્ડ નાઈટના પહેલા દિવસે ઐશ્વર્યા રાય બચ્ચન અને મણિરત્નમની ‘પોનીયિન સેલ્વન 2’નો દબદબો રહ્યો હતો. તેમજ રજનીકાંતની ‘જેલર’ ફિલ્મને પણ બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી હતી. સાઉથ સિનેમામાંથી કોને કયો એવોર્ડ મળ્યો તેની પણ યાદી જોઈએ.

બેસ્ટ ફિલ્મ: જેલર
બેસ્ટ ફિલ્મ ડિરેક્ટર: મણિરત્નમ (પોનીયિન સેલ્વન 2)
બેસ્ટ એક્ટ્રેસ: ઐશ્વર્યા રાય (પોનીયિન સેલ્વન 2)
બેસ્ટ એક્ટર: વિક્રમ ચિયાન (પોનીયિન સેલ્વન 2)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: સહાસરા શ્રી (ચિઠ્ઠા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: જયરામ (પોનીયિન સેલવાન 2)
બેસ્ટ પર્ફોર્મન્સ ઇન નેગેટિવ રોલ: એસ. જે. સૂર્ય (માર્ક એન્થોની)
બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર: એ. આર. રહેમાન (પોનીયિન સેલ્વન 2)

IIFA 2024 - તેલુગુ ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ 

બેસ્ટ ફિલ્મ: દશારા
બેસ્ટ ફિલ્મ ડાયરેક્ટર: અનિલ રવિપુડી (ભાવવંત કેસરી)
બેસ્ટ એક્ટ્રેસ: મૃણાલ ઠાકુર (હાય નન્ના)
બેસ્ટ એક્ટર: નાની (દશારા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: વરલક્ષ્મી સરથકુમાર-વીરા સિમ્હા રેડ્ડી (ગોડ ઓફ માસેસ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર:  બ્રહ્માનંદમ (રંગા માર્તંડા)
બેસ્ટ પર્ફોર્મન્સ ઇન નેગેટિવ રોલ: શાઇન ટોમ ચાકો (દશારા)
બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર: હેશમ અબ્દુલ વહાબ (હાય નન્ના)

IIFA 2024 - મલયાલમ ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ 

બેસ્ટ ફિલ્મ: વેણુ કુન્નાપિલ્લી (2018: એવરીવન ઈઝ અ હીરો)
બેસ્ટ ફિલ્મ ડિરેક્ટર: જિયો બેબી (કૈથલ - ધ કોર)
બેસ્ટ એક્ટ્રેસ: અનસ્વરા રાજન (નેરુ)
બેસ્ટ એક્ટર: ટોવિનો થોમસ (2018: એવરીવન ઈઝ અ  હીરો)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: મમિતા બૈજુ (પ્રણય વિલાસમ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: સુધિ કોઝિકોડ (કૈથલ - ધ કોર)
બેસ્ટ પર્ફોર્મન્સ ઇન નેગેટિવ રોલ: અર્જુન રાધાકૃષ્ણન (કન્નુર સ્ક્વોડ)
બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર: સુશીન શ્યામ (રોમાંચમ)

IIFA 2024 - કન્નડ ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ 

બેસ્ટ ફિલ્મ: રોકલાઈન વેંકટેશ (કાટેરા)
બેસ્ટ ફિલ્મ ડિરેક્ટર: થરુણ કિશોર સુધીર (કાટેરા)
બેસ્ટ એક્ટ્રેસ: રુક્મિણી વસંત (સપ્ત સાગરદાશે એલો - સાઇડ એ)
બેસ્ટ એક્ટર: રક્ષિત શેટ્ટી (સપ્ત સાગરદાશે એલો - સાઇડ એ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: શ્રુતિ (કાટેરા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: ગોપાલ કૃષ્ણ દેશપાંડે (સપ્ત સાગરદાશે એલો - સાઇડ એ)
બેસ્ટ પર્ફોર્મન્સ ઇન નેગેટિવ રોલ: જગપતિ બાબુ (કાટેરા)
બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર: વી. હરિકૃષ્ણ (કાટેરા)

આ સમાચાર શેર કરો