મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

HAPPY BIRTHDAY SRK: શાહરુખ ખાન નહીં પણ આ હતું SRK નું સાચું નામ, જાણો કિંગ ખાન વિશે આ 5 ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

શાહરુખ ખાન, સિનેમાની દુનિયાનો એ તારો જેણે પોતાની અદાકારી, અનોખા અંદાજ અને રોમાન્સથી દર્શકોને

HAPPY BIRTHDAY SRK: શાહરુખ ખાન નહીં પણ આ હતું SRK નું સાચું નામ, જાણો કિંગ ખાન વિશે આ 5 ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

શાહરુખ ખાન, સિનેમાની દુનિયાનો એ તારો જેણે પોતાની અદાકારી, અનોખા અંદાજ અને રોમાન્સથી દર્શકોને અનેક દાયકાઓ સુધી દીવાના બનાવવાનું કામ કર્યું છે. આજે ૨ નવેમ્બરે અભિનેતાનો જન્મદિવસ છે. તેમને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કિંગ ખાનના નામથી ઓળખવામાં આવે છે. એક્ટરના જીવનમાં અનેક એવી વાતો છે, જે ઘણી રસપ્રદ છે. જાણો તેમની સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા..

આ નામથી ઓળખાય છે શાહરુખ

ઘણા ઓછા લોકોને આ વાત ખબર છે કે શાહરુખ ખાનના બાળપણનું નામ ‘અબ્દુલ રહમાન’ હતું. આની સાથે જોડાયેલો અભિનેતાએ એક કિસ્સો પણ કહ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. આમાં કિંગ ખાને કહ્યું હતું કે તેમની નાનીએ તેમનું નામ અબ્દુલ રહમાન રાખ્યું હતું. ત્યારબાદ તેમણે મજાકમાં કહ્યું કે આ નામ જો હોત, તો શાહરુખ કરતાં વધુ અસરકારક ન લાગત.  વાતચીતના અંતમાં અભિનેતાએ કહ્યું કે તેમના પિતા મીર તાજ મોહમ્મદ ખાને તેમનું નામ શાહરુખ ખાન રાખ્યું, જેનો અર્થ થાય છે “રાજાનો ચહેરો”

જો હું કંગાળ પણ થઈ ગયો તો…

સપનાઓના શહેર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલો આલીશાન બંગલો ‘મન્નત’, શાહરુખ ખાનનું ઘર છે. તેને જોવા માટે હંમેશા દર્શકોની ભીડ ઉમટી રહે છે. અભિનેતાએ મન્નત વિશે કહ્યું હતું, ‘કોઈ દિવસ જો ક્યારેય હું કંગાળ પણ થઈ ગયો, તો બધું વેચી દઈશ પણ મન્નત નહીં.’ કિંગ ખાન માટે આ માત્ર એક ઘર નથી, પરંતુ તેમના સપનાઓનું એક જીવંત સ્વરૂપ છે.

કારમાં ફિલ્મો જોવી પસંદ કરે છે શાહરુખ

શાહરુખ ખાન પાસે અનેક કાર છે. તમને જણાવી દઈએ કે અભિનેતાને માત્ર કારમાં ફરવું જ પસંદ નથી, પરંતુ તેમને કારમાં બેસીને ફિલ્મો જોવી પણ પસંદ છે. તેમણે એક વખત કહ્યું હતું કે તેમને પોતાની કારમાં ફિલ્મો જોવી પસંદ છે, કારણ કે ત્યાં શાંતિ મળે છે. 

શાહરુખના પિતા સ્વતંત્રતા સેનાની હતા

અભિનેતા શાહરુખ ખાનનો પરિવાર ભારતની આઝાદીની લડત સાથે જોડાયેલો રહ્યો છે. તેમના પિતા મીર તાજ મોહમ્મદ ખાન ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય હતા. તેઓ પેશાવર (હવે પાકિસ્તાનમાં)થી દિલ્હી આવ્યા હતા અને જવાહરલાલ નેહરુના સહયોગી માનવામાં આવે છે. આ ઉપરાંત કહેવાય છે કે એક્ટરના દાદા પણ સ્વતંત્રતા સેનાની હતા. 

શાહરુખ ખાનની એક બહેન પણ છે

ઘણા ઓછા લોકોને ખબર છે કે શાહરુખ ખાનની એક મોટી બહેન પણ છે. તેમનું નામ શહનાઝ લાલારુખ ખાન છે, તે લાઈમલાઈટથી ઘણી દૂર રહે છે. કહેવાય છે કે તે અભિનેતા સાથે મન્નતમાં જ રહે છે.

આ સમાચાર શેર કરો