મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

પાઇપલાઇનથી ઘરમાં ઘુસ્યો, નોકરાણી સાથે ઝઘડ્યો ચોર; સૈફ પર હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનના બાન્દ્રા વેસ્ટમાં આવેલા ઘરમાં ગ

પાઇપલાઇનથી ઘરમાં ઘુસ્યો, નોકરાણી સાથે ઝઘડ્યો ચોર; સૈફ પર હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનના બાન્દ્રા વેસ્ટમાં આવેલા ઘરમાં ગુરુવારે વહેલી સવારે ચોરીની મોટી ઘટના બની. આ દરમિયાન સૈફ અલી ખાન પર ચપ્પાં વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સૈફ અલી ખાનની હાલમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

કરીના કપૂર અને બાળકો સુરક્ષિત

મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. જોકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે સૈફ અલી ખાનને પહેલા ચપ્પાંના ઘા મારવામાં આવ્યા કે પછી ચોર સાથે થયેલી અથડામણમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. બાંદ્રા પોલીસે એફઆઈઆર નોંધી છે અને આરોપીને પકડવા માટે ટીમ પણ બનાવાઈ છે. કરીના કપૂર અને તેમના બાળકો સુરક્ષિત છે. તેઓ પણ હાલમાં હોસ્પિટલમાં સૈફની સાથે છે. 

લીલાવતી હોસ્પિટલ દ્વારા નિવેદન જાહેર કરાયું 

અત્યાર સુધીની માહિતી અનુસાર સૈફ અલી ખાનને ગળા, પીઠ અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને અમુક ઘા ઊંડા લાગ્યા છે જેના કારણે રિકવરીમાં ટાઈમ લાગી શકે છે. લીલાવતી હોસ્પિટલ દ્વારા આ મામલે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સૈફ અલી ખાનના શરીર પર 6 ભાગ પર ઈજાના નિશાન મળ્યા છે. પોલીસે આ મામલે સીસીટીવી દ્વારા તપાસ શરૂ કરી દીધી છે.  

આ પણ વાંચો: સૈફ અલી ખાન પર 6 વખત છરીથી થયો હુમલો, ઊંડા ઘા વાગ્યા, અઢી કલાક ચાલી સર્જરી, ડોક્ટરે આપી માહિતી

ચોર સૈફના ઘરમાં કેવી રીતે ઘુસ્યો?

સૂત્રો કહે છે કે સૈફના ઘરમાં એક પાઇપલાઇન છે જે તેના બેડરૂમમાં ખુલે છે. શરૂઆતની તપાસ મુજબ, ચોર ત્યાંથી ઘરમાં ઘૂસ્યા હોવાની પ્રબળ શક્યતા છે. જાણવા મળ્યું છે કે આયાએ નોકરાણી અને ચોર વચ્ચેના ઝઘડાનો અવાજ સાંભળ્યો હતો. આ પછી તે તરત જ ઊભી થઈ ગઈ. પોતાના પરિવારને બચાવવા માટે સૈફે હુમલાખોરો સાથે સીધો મુકાબલો કર્યો હતો.જ્યારે ચોરોએ સૈફને 6 વખત ચપ્પાના ઘા મારવામાં આવ્યા હતા, ત્યાર બાદમાં ચોરો ભાગી ગયા અને અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો..

આ સમાચાર શેર કરો