જાણીતા ફિલ્મ નિર્માતાએ કરી આત્મહત્યા, સડેલી હાલતમાં લટકતી લાશ મળી
કન્નડ ફિલ્મ નિર્માતા ગુરુપ્રસાદનું નિધન થયું છે. પોલીસને બેંગલુરુમાં તેના એપાર્ટમેન્ટમાંથી તેની સડી ગયેલી હાલતમાં લાશ

કન્નડ ફિલ્મ નિર્માતા ગુરુપ્રસાદનું નિધન થયું છે. પોલીસને બેંગલુરુમાં તેના એપાર્ટમેન્ટમાંથી તેની સડી ગયેલી હાલતમાં લાશ મળી છે. અહેવાલો અનુસાર ગુરુપ્રસાદે થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. તે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર, તેમની હાલની ફિલ્મ રંગનાયકા ફ્લોપ થઈ ગઈ હતી, આ ફિલ્મની નિષ્ફળતાના કારણે તેમને ખુબ મોટું નુકસાન પણ થયું હતું. તેમના પર ખુબ દેવું થઈ ગયું હતું. લેણદાર તેના પર પ્રેશર કરી રહ્યા હતા. ફિલ્મ નિષ્ફળ જવાના કારણે તેઓ ડિપ્રેશનમાં પણ ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચો: 'શાપિત' મનાતી વિશ્વની સૌથી હોરર ફિલ્મ: સિનેમાઘરની બહાર એમ્બ્યુલન્સ તૈનાત રાખવી પડતી, હીરોઈનને મળેલી ખૂનની ધમકી
માનવામાં આવી રહ્યું છે કે ગુરુપ્રસાદનું મૃત્યુ બે-ત્રણ દિવસ પહેલા જ થઈ ચૂક્યું હતું. ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પાડોશીઓને ગુરૂપ્રસાદના ઘરેથી દુર્ગંધ આવી રહી હતી. ત્યારબાદ તે લોકોએ પોલીસને માહિતી આપી અને પોલીસ ઘરે પહોંચી હતી. ત્યારે ગુરૂપ્રસાદ પંખા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
બે-ત્રણ દિવસ પહેલા જ થયું હતું મૃત્યુ?
રવિવારે ગુરૂપ્રસાદ બેંગાલુરૂના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યા હતા. તેઓ છેલ્લા 8 મહિનાથી ઉત્તર બેંગલુરૂના મદનાયકનહલ્લી વિસ્તારમાં રહેતા હતા. પોલીસને શંકા છે કે આ આપઘાત છે. સોશિયલ મીડિયા પર ગુરૂપ્રસાદના નિધનના સમાચાર મળતા જ તેમના ફેન્સ, મિત્રો અને પરિવારમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. ફિલ્મ સ્ટાર્સને પણ આ સમાચારથી મોટો ઝટકો લાગ્યો છે.








