મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'શાપિત' મનાતી વિશ્વની સૌથી હોરર ફિલ્મ: સિનેમાઘરની બહાર એમ્બ્યુલન્સ તૈનાત રાખવી પડતી, હીરોઈનને મળેલી ખૂનની ધમકી

આજે હોલિવૂડ, બોલિવૂડથી લઈને સાઉથ સુધી હોરર ફિલ્મોની ભરમાર છે. પરંતુ શું તમે જાણો છ

આજે હોલિવૂડ, બોલિવૂડથી લઈને સાઉથ સુધી હોરર ફિલ્મોની ભરમાર છે. પરંતુ શું તમે જાણો છો કે, 50 વર્ષ પહેલા આવી જ એક હોરર ફિલ્મ સિનેમાઘરોમાં આવી હતી, જેની પહેલી જ ઝલકએ દર્શકોને ડરાવી દીધા હતા. સ્થિતિ એવી હતી કે ટીઝર ટ્રેલરને થિયેટરોમાં એમ કહીને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો કે તે ખૂબ જ ડરામણું છે. એટલું જ નહીં, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મે ઘણા લોકોના જીવ પણ લીધા છે. જ્યારે મુખ્ય અભિનેત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. આજે પણ જો દર્શકો તેને જુએ તો લોકોના હૃદય કંપી ઉઠે.

આ પણ વાંચોઃ- દિવાળી પર રિલીઝ થઈ હતી ભારતની સૌથી મોંઘી ફિલ્મ, લાગ્યો એવો ચૂનો કે બની સૌથી મોટી ફ્લોપ, સુપરસ્ટારે માગવી પડી માફી

આ એક હોલિવૂડની ફિલ્મ છે, જેનું નામ છે ‘ધ એક્સોર્સિસ્ટ’. આ ફિલ્મનું નિર્દેશન વિલિયમ ફ્રીડકિન દ્વારા કરવામાં આવ્યું હતું. આજે પણ આ ફિલ્મ શાપિત કહેવાય છે. કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મ જોતી વખતે ઘણા લોકોને હાર્ટ એટેક આવ્યો અને ઘણાને ઉલ્ટી થવા લાગી. જેના કારણે એમ્બ્યુલન્સ થિયેટરો સુધી પહોંચતી હતી.

IMdb મુજબ, મૂળ ટીઝર ટ્રેલરમાં અંધારામાં ઝડપથી ચમકતા લગભગ સફેદ ચહેરાવાળા રાક્ષસની છબિઓ સિવાય બીજું કંઈ જ નથી. ઘણા થિયેટરોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેને "ખૂબ ડરામણી" માનવામાં આવતી હતી. આ ફિલ્મ વોર્નર બ્રધર્સની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે.

એટલું જ નહીં, ફિલ્મની મુખ્ય અભિનેત્રી લિન્ડા બ્લેરને ધાર્મિક કટ્ટરવાદીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી, કારણ કે તેઓ માનતા હતા કે આ ફિલ્મમાં "શેતાનની મહિમા ગાવામાં આવી છે". આ કારણે વોર્નર બ્રધર્સે ફિલ્મ રિલીઝ થયાના 6 મહિના સુધી અભિનેત્રીની સુરક્ષા માટે બોડીગાર્ડ તૈનાત કર્યા હતા. આ કારણે આ હોરર ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ હતી અને આજે પણ તે હોરર ફિલ્મોની યાદીમાં નંબર વન પર આવે છે.

આ સમાચાર શેર કરો