VIDEO: Karan Aujlaના કોન્સર્ટમાં ફરી એકવાર બબાલ, લોકોએ એકબીજાને માર્યા મુક્કા
કરણ ઔજલા મુંબઈ 2.0 કોન્સર્ટ: પંજાબી ગાયક કરણ ઔજલાના કોન્સર્ટમાં ફરી એકવાર ઝઘડાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા પણ મુંબઈમાં યોજાયેલા એક કોન્સર્ટને લઈને પ્રેક્ષકોએ અનેક ફરિયાદો કરી હતી.
પંજાબી સિંગર કરણ ઔજલા અત્યારે તેના 'પી-પૉપ કલ્ચર ટૂર'ને લઈને ચર્ચામાં છે. 12 એપ્રિલના રોજ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં તેનો કોન્સર્ટ યોજાયો હતો. વેન્યુ પાસે થયેલી એક અથડામણ બાદ ઇવેન્ટમાં થોડીવાર માટે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.
કોન્સર્ટની બહાર થઈ ઝપાઝપી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અથડામણ રેસકોર્સ પરિસરની બહાર પાર્કિંગ એરિયા પાસે થઈ હતી. અહીં કેટલાક લોકો એકબીજા સાથે હાથાપાઈ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકો એકબીજા પર મુક્કા ચલાવતા નજરે પડે છે.
આ પરિસ્થિતિને કારણે કોન્સર્ટમાં આવેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અત્યાર સુધી કોઈના ઘાયલ થવાની કે કોઈ પોલીસ ફરિયાદની પુષ્ટિ થઈ નથી.
ઝઘડા છતાં શાનદાર રહ્યો કરણ ઔજલાનો શો
આ અથડામણ હોવા છતાં કોન્સર્ટ શાંતિપૂર્ણ રીતે ચાલ્યો હતો. તેમાં ઔજલાએ પ્રેક્ષકો સામે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. સિંગરે તેના કેટલાક લોકપ્રિય હિટ ગીતો ગાયા હતા, જેમાં 'તૌબા તૌબા', 'બોયફ્રેન્ડ' અને 'ઓન ટોપ' સામેલ હતા. ચાહકોએ પણ તેને ભરપૂર સાથ આપ્યો હતો.
અગાઉની ઇવેન્ટની થઈ હતી ટીકા
'મુંબઈ 2.0' કોન્સર્ટ ઔજલા માટે એક મોટી વાપસી સાબિત થયો. 3 માર્ચના રોજ MMRDA ગ્રાઉન્ડ્સમાં યોજાયેલી તેની અગાઉની ઇવેન્ટની ઘણી ટીકા થઈ હતી. આરોપ હતો કે તે ઇવેન્ટમાં મેનેજમેન્ટ સારું નહોતું, ભીડ અતિશય હતી, નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ગરમીના કારણે ઘણા લોકો બેભાન પણ થઈ ગયા હતા.
તેની ભરપાઈ કરવા માટે સિંગર અને આયોજકોએ 'મુંબઈ 2.0' શો માટે મફત ટિકિટ આપી હતી, જેથી પ્રેક્ષકોમાં તેમનો ખોવાયેલો વિશ્વાસ ફરી જીતી શકાય. આ વખતે મેનેજમેન્ટના ઘણા વખાણ કરવામાં આવ્યા છે.

