મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

દિગ્ગજ અભિનેતા ફારુખ શેખની પત્ની રૂપા જૈનનું નિધન, 11 વર્ષ પહેલા પતિએ કહ્યું હતું દુનિયાને અલવિદા

બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત અને દિવંગત અભિનેતા ફારૂખ શેખની પત્ની રૂપા જૈન હવે નથી રહ્યાં. પતિ

દિગ્ગજ અભિનેતા ફારુખ શેખની પત્ની રૂપા જૈનનું નિધન, 11 વર્ષ પહેલા પતિએ કહ્યું હતું દુનિયાને અલવિદા

બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત અને દિવંગત અભિનેતા ફારૂખ શેખની પત્ની રૂપા જૈન હવે નથી રહ્યાં. પતિના મૃત્યુના લગભગ 11 વર્ષ બાદ તેમણે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. શબાના આઝમી, જેઓ દંપતીના નજીકના મિત્રોમાંના એક હતા, તેમણે રૂપા જૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફારૂખ શેખે 11 વર્ષ પહેલા આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. હવે તેમની પત્ની રૂપા પણ આ દુનિયાને હંમેશ માટે છોડી ચૂકી છે.

નજીકના મિત્રોમાંથી એક શબાના આઝમીએ આપ્યા સમાચાર

ફારુખ અને રૂપાના સૌથી નજીકના મિત્રોમાંથી એક શબાના આઝમીએ જણાવ્યું કે આ દુઃખદ સમાચાર 29 ઓક્ટોબરની સવારે આવ્યા હતા. વાતચીત દરમિયાન શબાનાએ કહ્યું, 'ફારૂખ અને રૂપા કોલેજના સમયથી મારા સૌથી નજીકના મિત્રો હતા. અમે બધા જાણતા હતા કે તેઓ એકબીજા સાથે કેટલા જોડાયેલા હતા. મને નથી લાગતું કે રૂપા ક્યારેય ફારુખના આકસ્મિક મૃત્યુમાંથી બહાર નીકળી શકી હોય. તે તેની બે દીકરીઓની સંભાળ રાખવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરતી રહી.

આ પણ વાંચોઃ- ...તો શું આ વ્યક્તિઓને કારણે અર્જુન કપૂરે મલાઈકા સાથે તોડ્યો સંબંધ? જાણો હકીકત

શબાનાએ કહ્યું- પતિ ગુમાવવાના દુ:ખે ક્યારેય રૂપાનો પીછો છોડ્યો નહીં

શબાનાએ કહ્યું કે, જીવનસાથીને ગુમાવવાના દુ:ખે ક્યારેય રૂપાનો પીછો છોડ્યો નહીં. નજીકના મિત્રોનું કહેવું છે કે તે પોતાની એકલતાના અંતની રાહ જોઈ રહી હતી કે એક દિવસ તે પણ તેના પતિ સાથે બીજી દુનિયાની યાત્રામાં જોડાશે.

લગ્ન પહેલા નવ વર્ષ સુધી કર્યું એકબીજાને ડેટ

ફારુખ શેખ અને રૂપા જૈનની પ્રેમ કહાની વિશે વાત કરીએ તો, તેઓ એકબીજાને ત્યારે મળ્યા જ્યારે બંને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં થિયેટરમાં એક્ટિવ હતા. લગ્ન પહેલા તેઓ નવ વર્ષ સુધી ડેટ કરતા હતા. આ કપલને બે દીકરીઓ છે, જેનું નામ સના અને શાઇસ્તા છે.

અંધેરી વેસ્ટમાં તેની માતાની કબર પાસે દફનાવ્યા

ઉલ્લેખનીય છે કે, ફારુખ શેખનું 28 ડિસેમ્બર 2013ના રોજ દુબઈમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. ત્યારે અભિનેતા 65 વર્ષના હતા. તેમને મુસ્લિમ કબ્રસ્તાન, ચાર બંગલા, અંધેરી વેસ્ટમાં તેમની માતાની કબર પાસે દફનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

આ સમાચાર શેર કરો