મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

...તો શું આ વ્યક્તિઓને કારણે અર્જુન કપૂરે મલાઈકા સાથે તોડ્યો સંબંધ? જાણો હકીકત

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હેન્ડસમ હંક અર્જુન કપૂર

...તો શું આ વ્યક્તિઓને કારણે અર્જુન કપૂરે મલાઈકા સાથે તોડ્યો સંબંધ? જાણો હકીકત

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હેન્ડસમ હંક અર્જુન કપૂર રાજ ઠાકરેની દિવાળી પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જ્યારે અર્જુન કપૂર લોકો સાથે વાત કરવા માટે આગળ આવ્યો તો લોકોએ મલાઈકા-મલાઈકાની બૂમો પાડવાનું શરૂ કર્યું, ત્યારબાદ અર્જુન કપૂરના ચહેરા પર સ્મિત જોવા મળ્યું. જોકે, અર્જુને તરત જ જાહેરાત કરી કે તે હવે સિંગલ છે અને મલાઈકા અરોરા સાથેના તેના સંબંધોનો અંત આવી ગયો છે. જ્યારથી અર્જુન કપૂરની જાહેરાત થઈ છે ત્યારથી લોકો વિચારી રહ્યા છે કે એવું શું થયું કે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો સંબંધ તોડી નાખ્યો?

બધા જાણે છે કે આ સંબંધના કારણે અર્જુનને ખાન પરિવારની નારાજગી પણ સહન કરવી પડી હતી. જો બોલિવૂડના આંતરિક સૂત્રોનું માનીએ તો, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધોના અંતનું મુખ્ય કારણ કપૂર પરિવાર છે.

અર્જુનની દાદી નિર્મલા કપૂરને પસંદ નહોતી મલાઈકા

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેનો સંબંધ ઘણા લોકોને પસંદ ન હતો. અર્જુન કપૂરની દાદી નિર્મલા કપૂર આ સંબંધની ખૂબ જ વિરુદ્ધ હતી. અર્જુન કપૂર પણ આ વાત સમજી ગયો હતો, જેના કારણે તેણે મલાઈકા અરોરાને તેના ફેમિલી ફંક્શનથી દૂર રાખતો હતો. જોકે, પછી તેણે મલાઈકા અરોરા સાથે ફેમિલી ફંક્શનમાં હાજરી આપવાનું શરૂ કર્યું, તેમ છતાં એવા અહેવાલો હતા કે, અર્જુનની દાદીને મલાઈકા સાથેના તેના સંબંધોને મંજૂર ન હતા. બોલિવૂડના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, અર્જુનની દાદી ઈચ્છતી હતી કે તે જલ્દી લગ્ન કરી લે, આ વાતને ધ્યાનમાં રાખીને તેણે મલાઈકા સાથેના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો કારણ કે મલાઈકા સાથેના લગ્નમાં ઘણા વિઘ્નો હતા.

સોનમ કપૂર સાથે મલાઈકાના સંબંધો પણ સારા નથી

બહુ ઓછા લોકો જાણે છે કે, સોનમ કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો બહુ સારા નથી. લાંબા સમય પહેલા, એક પાર્ટી દરમિયાન, તેમની વચ્ચે તણાવ થયો હતો, જેના પછી તેઓ ક્યારેય મિત્ર બની શક્યા નહીં. કહેવાય છે કે, પાર્ટી દરમિયાન મલાઈકા અરોરા નશામાં હતી અને તેણે સોનમ કપૂર સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ પછી સોનમને મલાઈકા પસંદ નથી. કહેવાય છે કે સોનમ કપૂર ફેમિલી પાર્ટીઓમાં પણ મલાઈકા અરોરાથી અંતર રાખે છે.

આ સમાચાર શેર કરો