Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Family and fans are overjoyed as the actor recovers.

Bollywood news: ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી મળી રજા, હી- મેનની તબિયતને લઈને આવ્યું અપડેટ

Timeછેલ્લું અપડેટ : 12 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Bollywood news: ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી મળી રજા, હી- મેનની તબિયતને લઈને આવ્યું અપડેટ
સોર્સ : gstv

આજે એટલે બુધવાર,12 નવેમ્બર 2025ના રોજ ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેમનો પરિવાર તેમની સાથે ઘરે પરત ફર્યો છે. ડૉ. પ્રતીત સમદાનીએ  જણાવ્યું હતું કે, "ધર્મેન્દ્રજીને સવારે લગભગ 7:30 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરિવારે તેમને ઘરે જ સારવાર આપવાનું નક્કી કર્યું હોવાથી તેમની ઘરે જ સારવાર કરવામાં આવશે."

App Store

બોલીવુડના પ્રખ્યાત પીઢ સ્ટાર અને 'હી મેન' ધર્મેન્દ્રની હાલત હજુ પણ ગંભીર છે. 89 વર્ષની ઉંમરે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન પરિવારે સ્વાસ્થ્ય અપડેટ જારી કરીને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. આગામી 72 કલાક ધર્મેન્દ્ર માટે ખૂબ જ નાજુક હોવાનું કહેવાય છે.

1960માં પહેલી ફિલ્મ

ધર્મેન્દ્રએ 1960માં આવેલી ફિલ્મ "દિલ ભી તેરા હમ ભી તેરે" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ધીમે ધીમે પોતાની રોમેન્ટિક અને એક્શન ભૂમિકાઓથી દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન મેળવ્યું. 1960 અને 70ના દાયકામાં, 'શોલે', 'સીતા ઔર ગીતા', 'ચુપકે ચુપકે', 'ધરમવીર' જેવી ફિલ્મોએ તેમને સુપરસ્ટાર બનાવ્યા હતા. તેમના મજબૂત શરીર અને નમ્ર વ્યક્તિત્વને કારણે તેમને 'હી-મેન ઓફ બોલિવૂડ' ઉપનામ મળ્યું.

ધર્મેન્દ્રના પિતા અભિનેતા બનવાના તેમના નિર્ણયથી નાખુશ હતા

ધર્મેન્દ્રએ 2011માં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમના પિતા અભિનેતા બનવાના તેમના નિર્ણયથી નાખુશ હતા. તેમને ડર હતો કે જો તેઓ નિષ્ફળ જશે તો શું થશે. જોકે, તેમના માતાએ હંમેશા તેમને સાથ આપ્યો હતો.

ફ્લેટ અને ફિયાટ કારનું સપનું હતું

ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે તેઓ કેટલી કમાણી કરે છે તેની તેમને કોઈ પરવા નહતી. તેમણે કહ્યું, "મારું લક્ષ્ય ખૂબ જ સરળ હતું - ફ્લેટ અને ફિયાટ કાર. જ્યારે હું બોમ્બે આવ્યો, તે સમયે મુંબઈ આ નામથી જ જાણીતું હતું, ત્યારે મારી પાસે ફક્ત મારા સપના હતા. હું એક ગામડાનો અભણ રહેવાસી હતો, જેને અભિનયનું કોઈ જ્ઞાન નહતું. મારા સારા દેખાવને કારણે મને ફિલ્મોની ઓફર મળવા લાગી ત્યાં સુધી મને ખબર પણ નહતી કે હું સુંદર છું. જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે મને સ્ટાર્સની જીવનશૈલી જોઈને ખરેખર આશ્ચર્ય થયું - પંજાબમાં મેં જે કલ્પના કરી હતી તેનાથી તે ખૂબ જ અલગ હતી."