'તૌબા તૌબા' સિંગર કરણ ઔજલાના પર લાઇવ કોન્સર્ટ દરમિયાન ફેંક્યું જૂતું, ગુસ્સામાં સિંગરે લીધું આ પગલું
ફેમસ પંજાબી ગાયક કરણ ઔજલાના લાઇન કોન્સર્ટમાં હંગામો થયો હતો. જ્યારે સિંગર પ

ફેમસ પંજાબી ગાયક કરણ ઔજલાના લાઇન કોન્સર્ટમાં હંગામો થયો હતો. જ્યારે સિંગર પર્ફોર્મ કરી રહ્યો હતો ત્યારે કોઈએ તેના પર જૂતું ફેંક્યું હતું. 'તૌબા તૌબા' ગીતનો સિંગર હાલ યુકેના પ્રવાસે છે. લંડનમાં તેનો કોન્સર્ટ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન ભીડમાંથી કોઈએ તેના પર જૂતું ફેંક્યું. સિંગર પણ ગુસ્સે થઈ ગયો અને અપશબ્દો બોલવા લાગ્યો. આ ઘટનાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ચાલો તમને જણાવીએ શું છે મામલો.
કરણ ઔજલા પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ફેમસ છે. હાલમાં જ વિકી કૌશલની ફિલ્મમાં તેનું ગીત 'તૌબા તૌબા' રિલીઝ થયું હતું. આ ગીતની લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે, આ ગીતના વીડિયોને યુટ્યુબ પર 241 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
કરણ ઔજલા પર જૂતું ફેંકાયું
બન્યું એવું કે, લંડનમાં કરણ ઔજલાનો શો ચાલી રહ્યો હતો. તે પૂરા જોશ સાથે પોતાનું પર્ફોર્મન્સ આપી રહ્યો હતો. ત્યારે કોઈએ સ્ટેજ પર સફેદ જૂતું ફેંક્યું. આ જૂતું ગાયકના ચહેરા પર વાગ્યું હતું. તરત જ કરણ ઔજલા પણ ગુસ્સે થઈ ગયો અને માઈક દ્વારા અપશબ્દો બોલવા લાગ્યા.
કરણ ઔજલા થઈ ગયો ગુસ્સે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગર કરણ ઔજલાએ જૂતા ફેંકનાર વ્યક્તિને આગળ આવવા કહ્યું. અને અંતે શાંત થયા બાદ તેણે યુવાનોને આવો વ્યવહાર કરવાનું બંધ કરવા અને સન્માન રાખવા અપીલ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે તે પર્ફોર્મ કરી રહ્યો હતો ત્યારે સ્ટેજ પર ડાબી બાજુથી સફેદ જૂતું ફેંકવામાં આવ્યું હતું અને તે સિંગરના ચહેરા પર વાગ્યું હતું. આ પછી તે ગુસ્સે થઈ ગયો. હવે તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે દુર્વ્યવહાર કરતી જોવા મળી રહ્યો છે.
કરણ ઔજલાએ અધવચ્ચે જ બંધ કરી દીધો શો
કરણ ઔજલાને વિકી કૌશલ સ્ટારર ફિલ્મના ‘તૌબા તૌબા’ ગીતથી લોકપ્રિયતા મળી હતી. આ પછી, તે અંબાણીના લગ્નમાં પણ જોવા મળ્યો હતો, જ્યાં તેણે સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી. જે બાદ હવે સિંગર આ વિવાદને કારણે ચર્ચામાં આવી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચહેરા પર વાગવાને કારણે તેણે શો અધવચ્ચે જ બંધ કરી દીધો હતો. અને તેણે કહ્યું, 'શું હું એટલું ખરાબ ગાઉં છું કે, લોકો ચંપલ ફેંકે?' જો તમને કોઈ સમસ્યા હોય તો સીધા સ્ટેજ પર આવો અને મારી સાથે વાત કરો. હાલ કરણ ઔજલા યુકેના પ્રવાસે છે. આ પ્રવાસમાં તે ન્યૂઝીલેન્ડથી બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને લંડનમાં પર્ફોર્મન્સ આપવાનો છે. ટૂંક સમયમાં તે દિલ્હીમાં પણ શો કરી શકે છે. વર્ષના અંત સુધીમાં તે ભારત આવે તેવી શક્યતા છે.








