મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: જર્મનીમાં કોન્સર્ટ અધવચ્ચે રોકીને દિલજીત દોસાંઝે આપી રતન ટાટાને શ્રદ્ધાંજલિ, કહ્યું...

86 વર્ષની ઉંમરમાં ભારતીય બિઝનેસ ટાઈકુન રતન નવલ ટાટાનું નિધન થઈ ગયું. ગઈ કાલે મો

VIDEO: જર્મનીમાં કોન્સર્ટ અધવચ્ચે રોકીને દિલજીત દોસાંઝે આપી રતન ટાટાને શ્રદ્ધાંજલિ, કહ્યું...

86 વર્ષની ઉંમરમાં ભારતીય બિઝનેસ ટાઈકુન રતન નવલ ટાટાનું નિધન થઈ ગયું. ગઈ કાલે મોડી રાત્રે મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટાના આ રીતે દુનિયાને અલવિદા કહેવાથી બધાને આઘાત લાગ્યો છે. ત્યારે પંજાબી ફિલ્મ કલાકાર અને સિંગર દિલજીત દોસાંઝને જ્યારે રતન ટાટાના નિધનની માહિતી મળી તો તેણે જર્મનીમાં ચાલી રહેલા તેના લાઈવ મ્યુઝિક કોન્સર્ટને અધવચ્ચે જ રોકી દીધો અને તેમને ખાસ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી.

દિલજીતે રોક્યું લાઈવ કોન્સર્ટ

અત્યારે દિલજીત દોસાંઝ સમગ્ર દુનિયામાં લાઈવ મ્યુઝિક કોન્સર્ટ કરી રહ્યો છે. તાજેતરમાં જ યુનાઈટેડ કિંગ્ડમ એટલે કે, યુકેમાં કોન્સર્ટ કરનાર દિલજીત જર્મની પહોંચ્યો અને ત્યાં બુધવારે રાત્રે મ્યુઝિક કોન્સર્ટને હોસ્ટ કરી રહ્યો હતો. દિલજીત દોસાંઝને લાઈવ કોન્સર્ટ દરમિયાન ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન વિશે માહિતી મળી અને તેણે તાત્કાલિક પોતાનો કોન્સર્ટ અધવચ્ચે જ રોકી દીધો અને પદ્મ વિભૂષણ બિઝનેસ ટાઈકુનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. દિલજીતનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

રતન ટાટાને લઈને શું કહ્યું દિલજીતે

એક બિઝનેસમેન સિવાય સામાન્ય માણસ તરીકે રતન ટાટા દરેકના ફેવરિટ મનાતા હતા. તેમની સાદગી લોકોના દિલમાં હંમેશા માટે અમર રહેશે. આ કારણ છે કે, દિલજીત દોસાંઝે પણ રતન ટાટાને પોતાના જ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી છે. જોકે, તેમના જર્મની કોન્સર્ટનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિલજીત કહી રહ્યો છે કે, ‘રતન ટાટાજીનું નિધન થઈ ગયું છે. આ જીવન છે, જે રીતે તેમણે પોતાનું નિર્દોષ જીવન જીવ્યું તે પ્રશંસાને પાત્ર છે. તેમણે આપણને સખત મહેનત કરવા અને આપણાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખવ્યું છે. તેમણે ક્યારેય કોઈના વિશે ખોટા શબ્દો નથી બોલ્યા માત્ર સારું કામ કર્યું છે. આજનો આ શો તેમને સમર્પિત, તમને સલામ.’

આ સમાચાર શેર કરો