Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Diljit Dosanjh kept singing romantic song a boy proposed his girlfriend

VIDEO / દિલજીત ગાતો રહ્યો રોમેન્ટિક ગીત, છોકરાએ કર્યું ગર્લફ્રેન્ડને પ્રપોઝ, દિલ જીતી લેશે સિંગરનું રિએક્શન

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO / દિલજીત ગાતો રહ્યો રોમેન્ટિક ગીત, છોકરાએ કર્યું ગર્લફ્રેન્ડને પ્રપોઝ, દિલ જીતી લેશે સિંગરનું રિએક્શન

સિંગર દિલજીત દોસાંઝ ભારતના વિવિધ શહેરોમાં કોન્સર્ટ કરી રહ્યો છે. તેના ફેન્સ તેને જોવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. તેના કોન્સર્ટમાં ભારે ભીડ આવી રહી છે. ગઈકાલે એટલે કે રવિવારે, સિંગરે પુણેમાં કોન્સર્ટ કર્યો હતો. જેના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જો કે દિલજીતના દરેક કોન્સર્ટના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ આજે આપણે જેની વાત કરીશું તે એકદમ ખાસ છે. આ વખતે, સિંગરના કોન્સર્ટમાં, એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

App Store

આ પણ વાંચો: ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા રણવીર સિંહ અને આદિત્ય ધર, ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા લીધા આશીર્વાદ

પ્રપોઝ ખાસ હતું

એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરી છે, જેમાં એક વ્યક્તિ પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ વચ્ચે સ્ટેજ પર તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે ઘૂંટણિયે બેસી જાય છે. દિલજીતને તેની નજીક ગાતા સાંભળી શકાય છે. તે પછી, દિલજીત તાળીઓ પાડે છે અને દર્શકોને પણ તાળી પાડવાનું કહેતો જોવા મળે છે. આટલું જ નહીં, દિલજીત તેના બંને ફેન્સ સાથે વાત કરે છે અને તેઓ બંને દિલજીતને પોતાના વિશે જણાવે છે.

લોકોની પ્રતિક્રિયા

સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિલજીત તે વ્યક્તિ સાથે હાથ મિલાવે અને તેની ગર્લફ્રેન્ડને ગળે લગાવે. આ દરમિયાન, તે વ્યક્તિ દિલજીતને કહે છે કે, તેઓ 13 વર્ષથી સાથે છે. પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ફેન્સ દિલજીતના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, 'ખૂબ જ સુંદર અને ખુશીની ક્ષણ.' અન્ય એક વ્યક્તિએ લખ્યું, 'દિલજીત તેમને જોઈને ખૂબ ખુશ થઈ ગયો છે.' અન્ય વ્યક્તિએ લખ્યું, 'આ એક ડ્રીમ પ્રપોઝલ છે.'

કોન્સર્ટ ક્યાં થશે?

દિલજીતની દિલ-લુમિનાટી ટૂર કોલકાતા (30 નવેમ્બર), બેંગલુરુ (6 ડિસેમ્બર), ઈન્દોર (8 ડિસેમ્બર) અને ચંદીગઢ (14 ડિસેમ્બર) માં થશે. તે 29 ડિસેમ્બરે ગુવાહાટીમાં ઈન્ડિયા ટૂરનું સમાપન કરશે.