મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

નવરાત્રિ પર કંગના રનૌતનો સુંદર ગરબા અવતાર: ટ્રેડિશનલ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

નવરાત્રિ પર કંગના રનૌતનો સુંદર ગરબા અવતાર: ટ્રેડિશનલ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
આ સમાચાર સાંભળો

બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રનૌત આમ તો હંમેશાં પોતાના બેબાક નિવેદનો અને ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે એક્ટ્રેસ ફિલ્મો કે પોતાના નિવેદનને લઈને નહીં પણ પોતાના લુકના કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં કંગનાએ આ વખતે નવરાત્રિનો તહેવાર ખૂબ જ ખાસ અને ટ્રેડિશનલ અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. કંગનાએ ઈન્ડિયાના રિચ કલ્ચર અને ક્રાફ્ટ્સને પ્રમોટ કરતા એક ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. નવરાત્રિના ખાસ અવસર પર કંગનાએ નારી શક્તિની ઉજવણી કરી અને તેમનો આ ફેસ્ટિવ અવતાર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં જાણો કંગનાના આ ગરબા લુક અને સ્પેશિયલ મેસેજ સાથે જોડાયેલી દરેક વિગત.

કંગના રનૌતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ફોટોશૂટના BTS એટલે કે બિહાઈન્ડ ધ સીન્સ મોમેન્ટ્સ શેર કર્યા છે. આ દરમિયાન તે ગરબા ઉત્સવમાં સામેલ થવા માટે છત્તીસગઢ પહોંચી હતી. પોતાના આ ફેસ્ટિવ લુક માટે કંગનાએ મલ્ટી કલરનો હેવી એમ્બ્રોઈડરીવાળો લહેંગા ચોલી પસંદ કરી હતી. આ સાથે જ તેમણે હાથમાં કાળી બંગડીઓ અને ગળા તેમજ કાનમાં સિલ્વર જ્વેલરી કેરી કરી હતી, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

શેર કરવામાં આવેલા વીડિયો સાથે કંગનાએ નવરાત્રિ અને ગરબાના મહત્ત્વ પર એક સુંદર મેસેજ પણ લખ્યો છે. તેમણે કહ્યું કે નવરાત્રિ સ્ત્રીત્વનો ઉત્સવ છે અને ગરબા જીવનનું નૃત્ય છે, જેના કેન્દ્રમાં દેવી મા એટલે કે શક્તિ બિરાજમાન છે. 

કંગનાએ પોતાના આ સ્પેશિયલ ફોટોશૂટ વીડીયોના બેકગ્રાઉન્ડમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મનું પ્રખ્યાત ગીત 'નગાળા સંગ ઢોલ' પણ જોડ્યું છે. આ ગીત તેમના ફેસ્ટિવ મૂડને વધુ અદભુત બનાવી રહ્યું છે. કંગનાની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર બોલિવૂડના અનેક મોટા સિતારાઓએ રિએક્ટ કર્યું છે. વરિષ્ઠ અભિનેતા અનુપમ ખેરે કોમેન્ટ કરતા લખ્યું કે 'તમે સૌથી શ્રેષ્ઠ છો', તો બીજી તરફ ઓરીએ પણ હાર્ટ ઈમોજી પોસ્ટ કરીને પ્રેમ વ્યક્ત કર્યો છે.

પોતાના હિમાચલી રુટ્સ પર ગર્વ અનુભવતી કંગના અવારનવાર હિંદુ તહેવારો પર પોતાની ઊંડી આસ્થા વ્યક્ત કરતી રહે છે. મંડી જિલ્લાના ભાંબલા ગામની રહેવાસી કંગના હંમેશાં ક્લાસિક અંદાજ અને રીત-રિવાજો સાથે તહેવાર ઉજવતી નજરે પડે છે.

આ સમાચાર શેર કરો