Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ranveer Singh and Aditya Dhar at golden temple

ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા રણવીર સિંહ અને આદિત્ય ધર, ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા લીધા આશીર્વાદ

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા રણવીર સિંહ અને આદિત્ય ધર, ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા લીધા આશીર્વાદ

બોલિવૂડના પાવરહાઉસ તરીકે ઓળખાતો રણવીર સિંહ તાજેતરમાં અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યો હતો. આ દરમિયાન તેની આગામી ફિલ્મનો નિર્દેશક આદિત્ય ધર પણ અભિનેતા સાથે હાજર હતો. રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યો છે, જેના પહેલા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે એક્ટર પોતાનું આગલું શેડ્યૂલ શરૂ કરતા પહેલા ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યો હતો.

App Store

આ પણ વાંચો: VIDEO / વિવેક ઓબેરોયે ખરીદી 12 કરોડની લક્ઝરી કાર, ફેમિલીને આપી સરપ્રાઈઝ

રણવીર સિંહની નવી ફિલ્મના પહેલા શેડ્યૂલનું શૂટિંગ બેંગકોકમાં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ફિલ્મની આખી ટીમ અમૃતસર પહોંચી હતી. જો કે આ ફિલ્મનું ટાઈટલ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું. અભિનેતા અને ફિલ્મ નિર્માતા બંનેએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફોટો પોસ્ટ કર્યા છે. આ પોસ્ટ સાથે, રણવીરે કેપ્શનમાં લખ્યું, 'જાકો રાખે સાઈયાં, માર સાકે ના કોઈ.' અને આદિત્યએ લખ્યું છે, 'બ્લેસ્ડ.'

ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ફેન્સ

રણવીર સિંહ અને આદિત્ય ધરના પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારથી ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બંનેને ઇન્ડસ્ટ્રીમાં ઘણા પસંદ કરવામાં આવે છે. આદિત્ય ધરની પ્રથમ ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' એક સુપરહિટ ફિલ્મ હતી અને રણવીર સિંહ હાલના સમયના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંથી એક ગણાય છે. કરિયરમાં ઘણી બેસ્ટ ફિલ્મો કર્યા બાદ હવે તે આદિત્ય ધર સાથે કામ કરી રહ્યો છે.

ઘણા મોટા સ્ટાર્સ સામેલ છે

રણવીર સિંહની આગામી ફિલ્મ જિયો સ્ટુડિયોની જ્યોતિ દેશપાંડે તેના બેનર B62 સ્ટુડિયો હેઠળ આદિત્ય ધર અને લોકેશ ધર સાથે મળીને નિર્માણ કરી રહી છે. સંજય દત્ત, આર માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ જેવા ઘણા સ્ટાર્સ પણ આ ફિલ્મમાં સામેલ છે. હાલમાં જ રણવીર સિંહ રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેઈન'માં જોવા મળ્યો હતો, જેમાં લોકોએ તેને ખૂબ પસંદ કર્યો હતો.