ટાઈગર શ્રોફે ગોળીબારની ઘટના પછી લક્ઝરી ફ્લેટ વેચી નાખ્યો

: બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફે મુંબઈના જુહૂ વિસ્તારમાં થયેલા જીવલેણ ગોળીબારમાંથી આબાદ બચી ગયાના થોડા દિવસોમાં જ ખાર પશ્ચિમ સ્થિત પોતાનો લક્ઝરી ફ્લેટ રૃા. નવ કરોડમાં વેંચી નાખ્યો છે. આઠ વર્ષ અગાઉ ખરીદેલી આ મિલકત વેંચીને તેણે કરોડોનો નફો મેળવ્યો છે. ગોળીબારના આઘાત વચ્ચે થયેલી આ પ્રોપર્ટી ડીલ ચર્ચાનું કેન્દ્ર બની છે.રિયલ એસ્ટેટ ડેટા અનુસાર હાઈરાઈઝ બિલ્ડિંગના નવમા માળે આવેલો ૧,૨૯૧.૧૪ ચોરસ ફીટ કારપેટ એરીયા ધરાવતો આ ફ્લેટ આશરે રૃા. ૬૪,૮૯૧ પ્રતિ ચો.ફૂટના ભાવે વેંચાયો છે. ટાઈગરે જુલાઈ ૨૦૧૮માં આ પ્રોપર્ટી રૃા. ૭.૬૧ કરોડમાં ખરીદી હતી અને ૨૦૧૯માં કબજો મેળવ્યો હતો. આ ડીલ પર ખરીદદારે રૃા. ૫૪ લાખની સ્ટેમ્પ ડયુટી ચૂકવી છે.
ઉલ્લેખનીય છે કે ૧૮ ઓક્ટોબરે જુહુના ફૂટબોલ ગ્રાઉન્ડ બહાર બાઈક સવાર હુમલાખોરોએ ટાઈગરની કાર પર પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ટાઈગરને સામાન્ય ઈજા થઈ હતી જ્યારે તેનો ડ્રાઈવર અને એક ફેન ગંભીર રીતે ઈજા પામ્યા હતા.આ ભયાનક ઘટનાના માત્ર ચાર જ દિવસ પછી ૨૨ ઓક્ટોબરે આ વૈભવી ફ્લેટનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરાયું હતું.







