Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Dia Mirza expressed her disappointment on social media

VIDEO: પેપર લીક મામલે PM મોદીના નિવેદનથી અસંતોષ: દીયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નિરાશા

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બૉલિવૂડ એક્ટ્રેસ અને સોશિયલ વર્કર દીયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર પોસ્ટી શેર કરીને કેન્દ્ર સરકારના વલણ પર તીખો પ્રહાર કર્યો છે. લાંબા સમયના મૌન બાદ ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવેલા નિવેદન પર તેમણે પોતાની નિરાશા વ્યક્ત કરી છે. 

App Store

દીયા મિર્ઝાએ પ્રધાનમંત્રીને શું કહ્યું?

દીયાએ લખ્યું, 'એ માતા-પિતા માટે સહાનુભૂતિનો એક શબ્દ પણ નહીં, જેમણે પોતાના બાળકોને ગુમાવ્યા છે, એ બાળકો માટે જે માર્યા ગયા છે, પોતાના હક માંગતા વિદ્યાર્થીઓ માટે, સોનમજી અને એ વિદ્યાર્થીઓ માટે જે અઠવાડિયાંઓથી ભૂખ હડતાળ પર હતા. સર, આ કેટલું મુશ્કેલ હોઈ શકે?'

દીયા મિર્ઝાએ કસ્યો તંજ

દીયાએ આગળ લખ્યું, 'તમને બોલવામાં 47 દિવસ લાગી ગયા સર. અને હવે જ્યારે તમે કંઈક કહ્યું પણ છે, તો વાસ્તવમાં કંઈ કહ્યું જ નથી. એવું કંઈ પણ નહીં જે લાખો તૂટેલા દિલ પર મલમ લગાવી શકે.'

પ્રધાનમંત્રીએ પોતાના નિવેદનમાં શું કહ્યું હતું?

મોડી રાત્રે પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું, 'પેપર લીક એ કોઈ સામાન્ય વિષય નથી. લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે આ ખૂબ જ પીડાસ્પદ છે. તેથી આ ઘટના બાદ સરકારે અનેક પગલાં લીધાં છે. ગુનેગારોને પકડવામાં આવ્યા છે અને આજે તે જેલમાં છે. સરકારે આટલા ઓછા સમયમાં 22 લાખ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા યોજી અને 19 જૂને પરિણામ પણ જાહેર કરી દીધું. પરંતુ અમે આટલાથી જ સંતોષ માનનારા લોકોમાંથી નથી. મેં સંબંધિત વિભાગોને ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો મુસદ્દો તૈયાર કરવા કહ્યું હતું, જે તેમણે પૂરી મહેનતથી તૈયાર કરીને આપણને સોંપી પણ દીધો છે.'

દીયા મિર્ઝાની આવનારી ફિલ્મો

તાજેતરમાં જ દીયા, સની દેઓલની ફિલ્મ ‘ઇક્કા’માં જોવા મળી હતી. તો હવે નેટફ્લિક્સ પર તેમની ફિલ્મ ‘ઓપરેશન સફેદ સાગર’ આવવાની છે. આ ફિલ્મ 7 ઓગસ્ટે OTT પર રિલીઝ થશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News