Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM's statement on NEET paper leak issue..said fast track court will be formed in paper leak case, future of students is our priority

VIDEO: નીટ પેપરલીક મામલે પીએમનુ નિવેદન..કહ્યું પેપર લીક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે, વિદ્યાર્થીઓનું ભાવિ અમારી પ્રાથમિક્તા

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં સીજેપીના દેખાવોમાં પોલીસના ભારે લાઠીચાર્જથી દેશભરમાં હોબાળો સર્જાયા પછી અંતે વડાપ્રધાન મોદીએ પહેલી વખત નીટ પેપર લીક મુદ્દે નિવેદન કર્યું હતું.ગુરુવારે મોડી રાતે પીએમ મોદીએ ગુરુવારે પેપર લીક કેસોની ઝડપી સુનાવણી અને દોષિતોને આકરી સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જાહેરાત કરી હતી.કોકરોચ જનતા પાર્ટીનું નેટ પેપર લીકનું આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે તેવા સમયે વડાપ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું કે, દેશના યુવાનોના હિત અને તેમનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. પેપર લીકના બધા જ કેસોમાં દોષિતોને વહેલામાં વહેલા આકરી સજા કરાશે.તેના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરાશે. આ સંબંધમાં સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહીના નિર્દેશ આપી દેવાયા છે.

App Store