Dharmendra Health Updates: ધર્મેન્દ્રની હાલત સ્થિર, સની દેઓલ પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યો

બોલીવુડના 89 વર્ષીય દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હાલ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. તેઓ પહેલા ICUમાં હતા. આજે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે તેમના હેલ્થ વિશે વધુ અપડેટ સામે આવી છે.
"ધર્મેન્દ્ર માટે પ્રાર્થના કરો"
સની દેઓલની ટીમે મીડિયાને જણાવ્યું હતું કે, 'મિસ્ટર ધર્મેન્દ્રની હાલત સ્થિર છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે. વધુ અપડેટ્સ ઉપલબ્ધ થતાંની સાથે શેર કરવામાં આવશે. દરેકને વિનંતી છે કે તેઓ ધર્મેન્દ્રના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરે અને પરિવારની ગોપનીયતાનો આદર કરે.'
સની દેઓલ પોતાના દીકરાઓ સાથે ધર્મેન્દ્રને મળવા હોસ્પિટલ પહોંચ્યો
પોતાના પિતાને જોવા સની દેઓલ ધર્મેન્દ્રને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો. તેના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. સનીના દીકરાઓ, કરણ દેઓલ અને રાજવીર દેઓલ પણ તેમની સાથે કારમાં હાજર હતા.
હેમા માલિનીએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે આપ્યા અપડેટ્સ
હેમા માલિની આજે ધર્મેન્દ્રની તબિયત લથડતાં પતિ ધર્મેન્દ્રને મળવા હોસ્પિટલમાં ગયા હતા. એક અહેવાલ મુજબ તેમણે જણાવ્યું હતું કે, 'અમે તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.'

