Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ayushmann Khurrana-Sharvari Wagh will be the new pair of Bollywood, the new title of the film has been announced

બોલિવૂડની નવી જોડી બનશે આયુષ્માન ખુરાના-શર્વરી વાઘ, ફિલ્મનું નવું ટાઈટલ જાહેર થયું

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
બોલિવૂડની નવી જોડી બનશે આયુષ્માન ખુરાના-શર્વરી વાઘ, ફિલ્મનું નવું ટાઈટલ જાહેર થયું
સોર્સ : GSTV

બોલિવૂડમાં દર્શકોને હવે નવી જોડી જોવા મળશે, જેમાં આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ રૂપેરી પડદે એકસાથે જોવા મળશે. તેમની આગામી ફિલ્મનું ટાઈટલ બદલાઈને 'યહ પ્રેમ મોલ લિયા' નક્કી કરાયું છે. અગાઉ આ ફિલ્મને 'પ્રેમ કી શાદી' ટાઈટલ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

App Store

ફિલ્મનું શૂટિંગ પણ શરુ થઈ ચૂક્યું છે

આ ફિલ્મનું શૂટિંગ પણ મુંબઈમાં ગત પહેલી નવેમ્બરથી શરુ થઈ ચૂક્યું છે.  ફિલ્મના અન્ય કલાકારોમાં અનુપમ ખેર, સીમા પાહવા તથા સુપ્રિયા પાઠકનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી જાન્યુઆરીના અંત સુધીમાં આટોપી લેવાની યોજના છે. 

આયુષ્માન ખુરાના બનશે નવી  પેઢીનો  પ્રેમ

ઉલ્લેખનીય છે કે, સૂરજ બડજાત્યા આ ફિલ્મ દ્વારા આયુષ્માન ખુરાનાને નવી  પેઢીના  પ્રેમ તરીકે રજૂ કરી રહ્યા છે. અગાઉ તેમણે 'મૈને પ્યાર કિયા' તથા  'હમ આપ કે હૈ કૌન' જેવી ફિલ્મો દ્વારા સલમાન ખાનને પ્રેમ તરીકે ઓળખ આપી હતી. 

મૂળ આઇડિયા પ્રમાણે સલમાન ખાન જ સૂરજ બડજાત્યા સાથે નવી ફિલ્મ કરવાનો હતો. પરંતુ, તેના અને સૂરજ બડજાત્યા વચ્ચે સ્ક્રિપ્ટ બાબતે વાંધો પડ્યો હતો, તેથી એ પ્રોજેક્ટ અટકી પડયો હતો.