દીપિકા પાદુકોણ દીકરાને આપશે જન્મ! સોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થતાં જ શરૂ થઈ ચર્ચા
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના પ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના પહેલા બાળકના આગમનની રાહ જોઈ રહ્યા છે. તેમજ તેમના ફેન્સ પણ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે. દીપિકા તેના ડિલિવરી મહિના તરફ આગળ વધી રહી છે, આવી સ્થિતિમાં કદાચ અભિનેત્રીએ આ ખુશીની ઉજવણી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક વ્યક્તિ અનુમાન લગાવી રહી છે કે કપલને એક દીકરો થવાનો છે. આવું કેમ, ચાલો જાણીએ...
ગિફ્ટનો ફોટો વાયરલ થયો?
એક ગિફ્ટિંગ પેજએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેણે તસવીર શેર કરી છે તેને કેપ્શનમાં લખ્યું છે - 'દીપિકા પાદુકોણનો ઓર્ડર ગિફ્ટ પેક કરવામાં આવ્યો છે.' ગિફ્ટ પેક વાદળી રંગમાં શણગારવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, વાદળી રંગને જોઈને, ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રીના ઘરે દીકરાનો જન્મ થવાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દીપિકા તેના બાળકના લિંગની જાહેરાત કરતી વખતે કદાચ આ ભેટ મિત્રો અને પરિવારના સભ્યોને મોકલશે. Reddit પર આ ફોટો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું - 'નીચે ક્યાંક વાંચ્યું કે દીપિકા પાદુકોણને એક છોકરો થઈ શકે છે. બ્રાન્ડ પેજ પર આ જોયું અને તેનો સ્ક્રીનશોટ લીધો. કદાચ તે માત્ર પેકેજિંગ છે અને તેમાં વધુ કંઈ નથી પરંતુ તેઓએ વાદળી રંગનો ઉપયોગ શા માટે કર્યો? કારણ કે તે કપડાંની બ્રાન્ડ છે અને તેઓએ વાદળી રંગનો ઉપયોગ કર્યો છે, કદાચ તેઓએ તેમની પસંદગી દ્વારા કંઈક અનુમાન લગાવ્યું છે?
સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા
રેડિટ પર વાયરલ થઈ રહેલા દીપિકા પાદુકોણના આ ગિફ્ટ પેકના ફોટો પર ટિપ્પણી કરતા એક ફેને લખ્યું- 'જો આ સાચું હોય તો રણવીર અને દીપિકાની જાહેરાત કર્યા વિના બ્રાન્ડ માટે આ રીતે લિંગ જાહેર કરવું ખૂબ જ અનપ્રોફેશનલ છે. તેમજ અન્ય એકે લખ્યું કે, ભારતમાં જન્મ પહેલા બાળકનું લિંગ જાણવું ગેરકાયદેસર છે. જો દીપિકાને ખબર હોય તો પણ તે જાહેરાત ન કરી શકે. દીપિકાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’માં જોવા મળી હતી. રણવીર સિંહ છેલ્લે ‘રોકી અને રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો. હવે એક્ટર ‘ડોન 3’માં જોવા મળશે.






