મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO / પહેલીવાર પુત્રી સાથે સ્પોટ થયા દીપિકા અને રણવીર, દીકરીને તેડીને એરપોર્ટમાં જતી જોવા મળીએ એક્ટ્રેસ

બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સપ્ટેમ્બરમાં એક સુંદર પુત્રીના માતા-પિતા બન્યા હતા

VIDEO / પહેલીવાર પુત્રી સાથે સ્પોટ થયા દીપિકા અને રણવીર, દીકરીને તેડીને એરપોર્ટમાં જતી જોવા મળીએ એક્ટ્રેસ

બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સપ્ટેમ્બરમાં એક સુંદર પુત્રીના માતા-પિતા બન્યા હતા. ત્યારથી ફેન્સ આ કપલની પુત્રીની એક ઝલક જોવા માટે આતુર છે. તાજેતરમાં, સ્ટાર કપલે તેમની પુત્રીના પગની તસવીર શેર કરી અને તેમની પુત્રીનું નામ જાહેર કર્યું. કપલે તેમની પુત્રીનું નામ 'દુઆ' રાખ્યું છે. હવે પહેલીવાર દીપિકા અને રણવીર જાહેરમાં તેની સાથે સાથે જોવા મળ્યા છે.

આ પણ વાંચો: PHOTO: સિદ્ધુ મૂસેવાલાની કાર્બન કોપી છે નાનો ભાઈ, માતા-પિતાએ રિવીલ કર્યો ફેસ

દીપિકા-રણવીર સિંહ દીકરી દુઆ સાથે જોવા મળ્યા

તમને જણાવી દઈએ કે દીપિકા અને રણવીર આજે એકસાથે મુંબઈના કલિના પ્રાઈવેટ એરપોર્ટ પર જતા જોવા મળ્યા હતા. વાયરલ વીડિયોમાં કલ્કી એક્ટ્રેસ તેની પુત્રીને તેડીને એરપોર્ટની અંદર જતી જોવા મળે છે. આ દરમિયાન દીપિકા ખુલ્લા વાળ અને નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. જ્યારે રણવીર સિંહ પિંક કલરની હૂડીમાં જોવા મળ્યો હતો. હાલમાં, તેમની પુત્રી દુઆ સાથે કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિવાળી પર દીકરીનું નામ જાહેર થયું

તમને જણાવી દઈએ કે દિવાળીના ખાસ અવસર પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમની બેબી ગર્લ દુઆની એક નાની ઝલક શેર કરી હતી. તસ્વીરમાં કપલની લાડકી લાલ રંગનો એથનિક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. એક ઝલક સાથે, દીપિકા-રણવીરે તેમની નાની રાજકુમારીનું નામ અને તેનો અર્થ પણ જાહેર કર્યો. દીપિકા અને રણવીરે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું હતું, “દુઆ પાદુકોણ સિંહ. ‘દુઆ’: જેનો અર્થ થાય છે પ્રાર્થના. કારણ કે તે અમારી પ્રાર્થનાનો જવાબ છે, અમારા હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરેલા છે, દીપિકા અને રણવીર.”

આ સમાચાર શેર કરો