PHOTO: સિદ્ધુ મૂસેવાલાની કાર્બન કોપી છે નાનો ભાઈ, માતા-પિતાએ રિવીલ કર્યો ફેસ
સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. 29 મે 2022ના રોજ, પ્રખ્યાત

સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. 29 મે 2022ના રોજ, પ્રખ્યાત પંજાબી ગાયકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. શૂટર્સે તેની કારને ઘેરી લીધી અને ગોળીબાર કરીને તેને મારી નાખ્યો હતો. ગાયકની હત્યા બાદ તેના માતા-પિતાએ આ વર્ષે IVF દ્વારા બીજા પુત્ર શુભદીપનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. હવે દિવંગત ગાયકના માતા-પિતાએ તેમના પુત્રનો ચહેરો પણ રિવીલ કર્યો છે. સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતાએ જુનિયર મૂસેવાલાનો ફોટો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સને ફરી એકવાર દિવંગત ગાયકની યાદ આવી ગઈ છે.
આ પણ વાંચો: 'પુષ્પા 2'નું કાઉન્ટડાઉન શરૂ, મેકર્સે રિલીઝ કર્યું અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલનું ફેસ-ઓફ પોસ્ટર
જુનિયર મૂસેવાલાનો ફેસ રિવીલ કર્યો
સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતાએ એક ફેમિલી ફોટો શેર કર્યો છે, જેમાં તેનો નાનો ભાઈ શુભદીપ જીન્સ-શર્ટ અને પાઘડીમાં જોવા મળે છે. શુભદીપ મૂસેવાલા આ ફોટોમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. શુભદીપના હાથમાં એક પુસ્તક પણ છે. જો તમે સિદ્ધુ મૂસેવાલાનો નાનપણનો ફોટો જોશો તો તમને લાગશે કે શુભદીપ મૂસેવાલા તેની કાર્બન કોપી જ છે.
ફેન્સએ સિદ્ધુ મૂસેવાલાને યાદ કર્યો
જુનિયર મૂસેવાલાનો ફોટો જોઈને ઘણા યુઝર્સે કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપી અને ગાયકને યાદ કર્યો હતો. એક યુઝરે લખ્યું - 'કિંગ ઈઝ બેક.' જ્યારે અન્ય ઘણા લોકોએ રેડ હાર્ટ ઈમોજી દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.






