મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: રાજ્ય સરકારની ગુજરાતી ફિલ્મ એવોર્ડની જાહેરાત બાદ વિવાદ, હિતેન કુમારે ઉઠાવ્યા આ મુદ્દા

ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘ગુણવતા સમન્વિત

ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા  શરૂ કરાયેલી ‘ગુણવતા સમન્વિત પ્રોત્સાહન નીતિ – 2019 અંતર્ગત વર્ષ 2023 માટેના પારિતોષિકોની જાહેરાત કરાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા "શ્રેષ્ઠ ચલચિત્રોના પારિતોષિક" માટે વર્ષ 2023 દરમિયાન રિલીઝ થયેલી કુલ 46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરવામાં આવશે. પરંતુ "શ્રેષ્ઠ ચલચિત્રોના પારિતોષિક"ના નામ જાહેર થતાં જ ગુજરાતના નામી કલાકાર હિતેન કુમારે ચોક્કસ મુદ્દાઓ ઉઠાવ્યા છે.

ગુજરાત રાજ્ય સરકારના "શ્રેષ્ઠ ચલચિત્રોના પારિતોષિક"ની ઘોષણા ૨૦૨૩ વિશે વાત કરતાં હિતેન કુમારે કહ્યું કે, દરેક કલાકાર કસબીઓ અને સર્જકો જે વિજેતાઓ છે એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને સાથે અમુક સવાલો પણ છે. આ નામ જાહેર કરતાં પહેલા જ્યૂરીએ અમુક ચોક્કસ બાબતોનો વિચાર કરવો જોઈએ. એવોર્ડ વિજેતા જાહેર કરતા પહેલાં જેના વિશે વિચારવું ખૂબ જરૂરી છે.

https://www.gstv.in/backend/public/media/2025/08/08/PressNoteforFilmAwardspdf_FYkfjDmE1754660627.pdf
 
 શ્રેષ્ઠ ચલચિત્રમાં કર્મ કે જેના નિર્માતા ચિન્મય પુરોહિત અને નિરજ નાઈક અને સુબ્રમણ્યમ ઐયાર છે. જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી કર્મ માટે અને શ્રેષ્ઠ અભિનેતા ચેતનકુમાર ધાનાનીને કર્મ માટે પસંદગી કરાઇ છે.

આ સમાચાર શેર કરો