ટોરન્ટોથી આ ફ્લાઈટમાં આવવું નીલમ કોઠારીને ભારે પડ્યું, એકદમ બીમાર પડી ગઈ
નીલમ કોઠારી ટોરન્ટોથી પાછી આવતી વખતે ફલાઈટમાં ફૂડ લીધા બાદ એકદમ બ

નીલમ કોઠારી ટોરન્ટોથી પાછી આવતી વખતે ફલાઈટમાં ફૂડ લીધા બાદ એકદમ બીમાર પડી ગઈ હતી અને થોડીવાર માટે બેભાન થઈ ગઈ હતી. જોકે, આમ છતાં પણ Etihad Airwaysના ક્રૂ મેમ્બર્સ દ્વારા તેની કોઈ મદદ કરાઈ ન હતી.
'એક્સ' પર એક પોસ્ટ કરી એરલાઈન્સને ખખડાવી
નીલમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મારી ફ્લાઇટ નવ કલાક મોડી હતી. ફ્લાઇટમાં ખાવાનું ખાધા બાદ હું બીમાર પડી ગઇ હતી અને બેભાન થઇ ગઇ હતી.
એક પેસેન્જરે મને મારી સીટ સુધી પહોંચાડવામાં મને મદદ કરી હતી. પરંતુ ક્રૂ મેમ્બર્સ તરફથી મને કોઇ મદદ મળી નહોતી કે મારા હાલચાલ પુછવાની તસ્દી પણ લીધી નબોતી. મેં એરલાઇન્સના કસ્ટમર કેરનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ ત્યાંથી પણ કોઇ ઉત્તર મળ્યો નહોતો. એરલાઇન્સની પેસેન્જર સાથેની આવી લાપરવાહી યોગ્ય નથી.
એરલાઈન્સના અભિગમની આકરી ટીકા થઈ
નીલમની આ પોસ્ટ સંદર્ભે સંખ્યાબંધ ચાહકોએ એરલાઈન્સના અભિગમની આકરી ટીકા કરી હતી. અનેક ચાહકોએ નીલમ હવે સ્વસ્થ થઈ ગઈ હશે તેવી શુભકામના પાઠવી હતી.








