Cannes 2024: પાયલ કાપડિયાની ફિલ્મ 'All We Imagine As Light' એ રચ્યો ઇતિહાસ,ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યો
77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે યોજાયેલા એવોર્ડ સમારોહમાં ભારતીય ફિલ્મ 'All

77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે યોજાયેલા એવોર્ડ સમારોહમાં ભારતીય ફિલ્મ 'All We Imagine As Light' જોવા મળી હતી. પાયલ કાપડિયાની ફિચર ફિલ્મે ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યો છે. ગ્રાન્ડ પ્રિકસ એ પાલ્મે ડી'ઓર પછી ફિલ્મ ફેસ્ટિવલનો બીજો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. પાયલ કાપડિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કની કુશ્રુતિ, દિવ્યા પ્રભા, છાયા કદમ અને હૃદયુ હારૂન મુખ્ય ભૂમિકામાં છે.પાલ્મે ડી'ઓર એવોર્ડ 'અનોરા'ના ફાળે ગયો હતો.
'All We Imagine As Light' એ ઈતિહાસ રચ્યો
'All We Imagine As Light'નું પ્રીમિયર 23 મેના રોજ 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના અત્યંત અપેક્ષિત 'સ્પર્ધા વિભાગ'માં કરવામાં આવ્યું હતું. 30 વર્ષમાં ફેસ્ટિવલના મુખ્ય વિભાગમાં પ્રદર્શિત થનારી તે પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. સ્પર્ધા વિભાગમાં સ્થાન મેળવનારી છેલ્લી ભારતીય ફિલ્મ 1994માં આવેલી શાજી એન કરુણની 'સ્વાહમ' હતી.
'All We Imagine As Light'ની વાર્તા
પાયલ કાપડિયા દ્વારા લખાયેલ 'All We Imagine As Light' કેરળની બે નર્સોની વાર્તા છે. વાર્તાના કેન્દ્રમાં નર્સ પ્રભા છે, જેની ભૂમિકા કની કુશ્રુતિ દ્વારા ભજવવામાં આવી છે. તેની દુનિયા અસ્તવ્યસ્ત થઈ જાય છે જ્યારે તેને તેનાથી જુદા થઈ ગયેલા પતિ તરફથી અણધારી ભેટ મળે છે, જેને લઈ લાંબા સમયથી દબાયેલી લાગણીઓને ફરીથી જાગૃત થઈ જાય છે. જેમ જેમ પ્રભા તેના ભૂતકાળની જટિલતાઓ સાથે ઝઝૂમી રહી છે, ત્યારે તેની નાની રૂમમેટ અનુ નવા પ્રેમની સફર શરૂ કરે છે, જેનું સુંદર ચિત્રણ મુંબઈની અસ્તવ્યસ્ત શેરીઓની પૃષ્ઠભૂમિમાં ખૂબસૂરતી સાથે કરવામાં આવ્યું છે. આ ફિલ્મ કુશળતાપૂર્વક આ બે વિરોધાભાસી કથાઓને એકસાથે વણાટ કરે છે, અને તેના પાત્રોની લાગણીઓ અને સંઘર્ષની ઝલક આપે છે. પ્રભાની સ્વ-શોધની સફરથી લઈને અનુના ખીલેલા રોમાંસ સુધી, 'ઓલ વી ઈમેજીન એઝ લાઈટ' પ્રેમ, ખોટ અને સુખની શોધની ઊંડી માનવીય શોધને દર્શાવે છે.
કેન્સ 2024 એવોર્ડ વિજેતાઓની યાદી નીચે મુજબ છે-
પામ ડી'ઓર- Anora
દિગ્દર્શક: શોન બેકર
ગ્રાન્ડ પ્રાઇઝ-All we imagine as light
ડિરેક્ટરઃ પાયલ કાપડિયા
જ્યુરી એવોર્ડ
એમિલિયા પેરેઝ
શ્રેષ્ઠ દિગ્દર્શક
મિગુએલ ગોમ્સ, Grand tour
વિશેષ પુરસ્કાર
મોહમ્મદ રસુલોફ- The Seed of the Sacred Fig
શ્રેષ્ઠ અભિનેતા
જેસી પ્લેમોન્સ, Kinds of Kindness
શ્રેષ્ઠ અભિનેત્રી
એમિલિયા પેરેઝ એન્સેમ્બલ: એડ્રિયાના પાઝ, ઝો સાલ્ડાના, કાર્લા સોફિયા ગેસ્કોન, સેલેના ગોમેઝ
શ્રેષ્ઠ પટકથા
ધ સબસ્ટન્સ, કોરાલી ફાર્ગ્યુટ
કેમેરા ડી'ઓર-Armand
દિગ્દર્શક: હાફદાન ઉલમાન ટંડેલ
ખાસ ઉલ્લેખ-Mongrel
દિગ્દર્શક: ચિયાંગ વેઈ લિયાંગ
શોર્ટ ફિલ્મ પામ ડી'ઓર-The Man Who Couldn't Remain Silent
ડિરેક્ટર: નેબોજસા સ્લિજેપસેવિક
ખાસ ઉલ્લેખ - Bad for a moment
ડિરેક્ટર: ડેનિયલ સોરેસ








