મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

‘લોરેન્સ બિશ્નોઈને મોકલું’, બુરખા પહેરેલી મહિલાએ સલમાન ખાનના પિતાને આપી ધમકી, 2 વ્યક્તિની ધરપકડ

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અનેકવાર જાનથી મારી

‘લોરેન્સ બિશ્નોઈને મોકલું’, બુરખા પહેરેલી મહિલાએ સલમાન ખાનના પિતાને આપી ધમકી, 2 વ્યક્તિની ધરપકડ

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અનેકવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. થોડા મહિના પહેલા બાંદ્રા વેસ્ટમાં અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર લોરેન્સ વિશ્નોઈ ગેંગ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. હવે એક્ટરના પિતાને લગતા મોટા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક અજાણી બુરખો પહેરેલી મહિલાએ સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકી આપી છે. હાલ પોલીસે અજાણી આરોપી મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સલમાન ખાનના પિતા સલીમ ખાનને મળી ધમકી

મળતી માહિતી મુજબ, સલમાન ખાનના પિતા સલીમ ખાન ગઈકાલે સવારે મોર્નિંગ વૉક માટે બેન્ડસ્ટેન્ડ ગયા હતા. ત્યાં સ્કૂટર પર સવાર એક વ્યક્તિ અને બુરખો પહેરેલી એક મહિલા તેમની પાસે પહોંચ્યા અને તેમને પૂછ્યું, "લોરેન્સ બિશ્નોઈને મોકલું?" તેમ કહી ધમકી આપવામાં આવી હતી. હાલમાં બાંદ્રા પોલીસે સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકી આપવાનો કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, આરોપી બુરખો પહેરેલી મહિલા હજુ ફરાર છે અને બાંદ્રા પોલીસની બે ટીમો ફરાર મહિલાની શોધમાં રવાના થઈ છે.

14 એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર થયું હતું ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે, 14 એપ્રિલે મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઈકલ પર આવેલા બે અજાણ્યા લોકોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ ઘટના દરમિયાન કોઈને ઈજા થઈ નહોતી. મુંબઈ પોલીસે આ હુમલા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગને જવાબદાર ઠેરવી હતી અને કેસ સાથે સંકળાયેલા 6 લોકોની ધરપકડ કરી હતી. હાલ કેસની તપાસ ચાલી રહી છે.

એક આરોપીએ જેલના ડૉક્ટર પર પૈસાની માગણી કરવાનો લગાવ્યો આરોપ

પીટીઆઈ અનુસાર, બુધવારે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારની ઘટનામાં પકડાયેલા એક આરોપીએ આરોપ લગાવ્યો હતો કે, જેલના એક ડૉક્ટરે તેની તૂટેલી આંગળીના ઈલાજ માટે પૈસા માગ્યા હતા. આ આરોપીએ એપ્રિલમાં અભિનેતાના ઘરની બહાર શૂટિંગ કર્યું હતું હુમલામાં તેની કથિત ભૂમિકા માટે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને વીડિયો લિન્ક દ્વારા મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA)ની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તલોજા જેલના ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ) ને એક રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યાં આરોપી બંધ છે. તેમજ જેલ અધિકારીઓને આરોપીને જરૂરી સારવાર આપવા જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો