મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોલિવૂડનો હીરો જેણે 2 સ્ટારકિડ્સ સાથે કર્યું ડેબ્યુ, એક સમયે 3 હજાર રૂપિયા હતો પગાર, આજે છે કરોડોનો માલિક

આજે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકપ્રિય એક્ટર્સ છે. જેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ

બોલિવૂડનો હીરો જેણે 2 સ્ટારકિડ્સ સાથે કર્યું ડેબ્યુ, એક સમયે 3 હજાર રૂપિયા હતો પગાર, આજે છે કરોડોનો માલિક

આજે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકપ્રિય એક્ટર્સ છે. જેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા પણ તેમાંથી એક છે. સિદ્ધાર્થ માટે મુંબઈમાં શરૂઆતના દિવસો ખૂબ જ મુશ્કેલ હતા. એક સમય હતો જ્યારે તે મુંબઈના જુહુમાં 2 રૂમમેટ્સ સાથે રહેતો હતો. જેમાં એક નાનો પલંગ અને એક નાની બારી હતી. તે તેના બે રૂમમેટ સાથે મળીને તેના ફ્લેટનું ભાડું ચૂકવતો હતો. આજે સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મદિવસ છે, આ પ્રસંગે ચાલો તમને તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

આ પણ વાંચો: શક્તિ કપૂરે લગ્ન કરવા માટે છોડાવ્યું હતું 12 વર્ષ નાની ગર્લફ્રેન્ડનું કરિયર, કહ્યું- 'તેની પાસે ભીખ માંગી'

સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મ

સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મ 16 જાન્યુઆરી 1985ના રોજ દિલ્હીમાં થયો હતો. તેણે રાજધાની દિલ્હીમાં જ અભ્યાસ કર્યો હતો. 18 વર્ષની ઉંમરે, તે મોડેલિંગ તરફ વળ્યો અને અહીંથી તેના માટે એક્ટિંગના દરવાજા પણ ખુલી ગયા. મોડેલિંગની દુનિયામાં સફળતા મેળવવા છતાં, સિદ્ધાર્થે મોડેલિંગ છોડી દીધું કારણ કે તે તેના કામથી સંતુષ્ટ નહતો. સિદ્ધાર્થે અત્યાર સુધી ફિલ્મોમાં વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા છે. 'એક વિલન' અને 'હસી તો ફસી'માં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી.

આ ફિલ્મોએ પ્રશંસા મેળવી

2012માં 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી આલિયા ભટ્ટ અને વરુણ ધવન સાથે બોલિવૂડમાં પ્રવેશ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રાની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેની કારકિર્દી ઘણી મિશ્ર રહી છે. ક્યારેક તે હિટ રહ્યો તો ક્યારેક ફ્લોપ. સિદ્ધાર્થે પોતાની કારકિર્દીમાં 'હસી તો ફસી', 'એક વિલન', 'કપૂર એન્ડ સન્સ', 'બાર બાર દેખો', ​​'અ જેન્ટલમેન', 'ઈત્તેફાક', 'ઐયારી', 'જબરિયા જોડી' અને 'મરજાવાં'માં કામ કર્યું છે અને તેની શાનદાર એક્ટિંગથી એક અલગ ઓળખ મેળવી છે. ફિલ્મ 'શેરશાહ'માં કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવ્યા બાદ તેની ખૂબ પ્રશંસા થઈ હતી

બોલિવૂડ ડેબ્યુ પહેલા કર્યું હતું આ કામ

આજે, સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડના ટોચના એક્ટરઓમાંનો એક છે, તેની પાસે ખૂબ મોટી ફેન ફોલોઈંગ પણ છે, પરંતુ શું તમે જાણો છો કે સિદ્ધાર્થ તેના દેવ્યું પહેલા શું કરતો હતો. બોલિવૂડમાં પ્રવેશ કરતા પહેલા, તેણે ટ્રેની આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. 2010માં, તેણે કરણ જોહરની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન' માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. સિદ્ધાર્થે પોતે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેનો પહેલો પગાર 3 હજાર રૂપિયા હતો. આજે તે કરોડોનો માલિક છે. એક રિપોર્ટ અનુસાર તેની નેટવર્થ 172 કરોડ રૂપિયા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મો

સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લે 'યોધ્ધા'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તે અરુણ કાત્યાલના પાત્રમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને દર્શકો તરફથી કોઈ ખાસ પ્રતિસાદ નહતો મળ્યો, પરંતુ સિદ્ધાર્થની એક્ટિંગની ચોક્કસ પ્રશંસા થઈ હતી. હવે તે 'પરમ સુંદરી'માં જોવા મળશે, જેમાં તેની સાથે જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે પરમના પાત્રમાં હશે અને જ્હાન્વી કપૂર સુંદરીના પાત્રમાં હશે.

આ સમાચાર શેર કરો