મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શક્તિ કપૂરે લગ્ન કરવા માટે છોડાવ્યું હતું 12 વર્ષ નાની ગર્લફ્રેન્ડનું કરિયર, કહ્યું- 'તેની પાસે ભીખ માંગી'

શક્તિ કપૂર બોલિવૂડનો જાણીતો વિલન રહ્યો છે. તેણે પોતાના કરિયરમાં ઘણા સારા રોલ નિભાવ્યા છે.

શક્તિ કપૂરે લગ્ન કરવા માટે છોડાવ્યું હતું 12 વર્ષ નાની ગર્લફ્રેન્ડનું કરિયર, કહ્યું- 'તેની પાસે ભીખ માંગી'

શક્તિ કપૂર બોલિવૂડનો જાણીતો વિલન રહ્યો છે. તેણે પોતાના કરિયરમાં ઘણા સારા રોલ નિભાવ્યા છે. જોકે એક્ટરની પર્સનલ લાઈફ હંમેશા લાઈમલાઈટથી દૂર રહી છે. શક્તિ કપૂરે એક્ટ્રેસ શિવાંગી કોલ્હાપુરે સાથે લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્નને 43 વર્ષ થઈ ગયા છે. હવે એક ઇન્ટરવ્યુમાં એક્ટરે જણાવ્યું કે કેવી રીતે તેણે લગ્ન માટે શિવાંગી સામે ભીખ માંગી હતી.

આ પણ વાંચો: VIDEO / સાધ્વી હર્ષાએ જણાવ્યો પ્રેમને વશમાં કરવા માટેનો મંત્ર, કહ્યું- '11 દિવસ સુધી...'

શક્તિ કપૂરે કહ્યું, 'હું તેને મળ્યો. તે ચાઈલ્ડ આર્ટિસ્ટ હતી અને હું ફિલ્મમાં એક વુદ્ધ વ્યક્તિનું પાત્ર નિભાવી રહ્યો હતો. તે ઉંમરમાં મારા કરતાં 12 વર્ષ નાની છે. અમે મળ્યા, અમને પ્રેમ થયો અને મેં વિચાર્યું, મને આટલી ઘરેલુ અને સુંદર યુવતી ક્યાં મળશે? એક દિવસ મેં તેને કહ્યું કે મારું કામ ડિસ્ટર્બ થઈ રહ્યું છે અને મારે ફોકસ કરવું છે. તે ગુસ્સે થઈ ગઈ.'

શિવાંગીને પ્રપોઝ કરવાનો કિસ્સો સંભળાવતાં શક્તિ કપૂરે કહ્યું, 'હું તેની પાસે ગયો અને તેની પાસે ભીખ માંગી. મેં માફી માંગી અને તેને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માંગું છું. મે તેને એ પણ કહ્યું કે હું ઈચ્છું છું કે તું હાઉસવાઈફ બને. અમે કોર્ટ મેરેજ કર્યાં હતા. તે બાદ સૌએ અમને અપનાવી લીધા. તેણે પોતાનું સિંગિંગ કરિયર અને બધું જ મારા માટે છોડી દીધું. હું આજ સુધી તેની સામે હાથ જોડું છું અને આ માટે તેનો આભાર માનું છું.' શક્તિ અને શિવાંગીના બે બાળકો છે- એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને એક્ટર સિદ્ધાંત કપૂર.

આ સમાચાર શેર કરો