મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO / સાધ્વી હર્ષાએ જણાવ્યો પ્રેમને વશમાં કરવા માટેનો મંત્ર, કહ્યું- '11 દિવસ સુધી...'

મહાકુંભના પહેલા દિવસે સાધ્વીના વેશમાં એક મહિલાની તસવીરોએ સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી. વાયરલ

VIDEO / સાધ્વી હર્ષાએ જણાવ્યો પ્રેમને વશમાં કરવા માટેનો મંત્ર, કહ્યું- '11 દિવસ સુધી...'

મહાકુંભના પહેલા દિવસે સાધ્વીના વેશમાં એક મહિલાની તસવીરોએ સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી દીધી. વાયરલ તસવીરો અને વીડિયોમાં તેમને સૌથી સુંદર અને ગ્લેમરસ સાધ્વી ગણાવવામાં આવ્યા. જોકે બાદમાં તેમણે કહ્યું કે 'હું કોઈ સાધ્વી નથી, હજુ તો સનાતનને જાણી રહી છું.'

આ પણ વાંચો: મહાકુંભમાં અદા શર્મા આપશે લાઈવ પરફોર્મન્સ, કરોડો લોકોની સામે રજૂ કરશે શિવ તાંડવ સ્તોત્રમ

હર્ષા રિછારિયા નામની આ મહિલાની @host_harsha નામથી બનેલી ઇન્સ્ટાગ્રામ આઈડી પર તેમની ઘણી રીલ્સ છે જે તેમના નવા રૂપના સામે આવ્યા બાદથી વધુ ચર્ચામાં છે. આમાંથી એક વીડિયો આવો જ છે. જેમાં તે માથા પર ચંદનનો ચાંદલો લગાવેલા અને ગળામાં સ્ફટિકની માળા પહેરીને બેઠા છે અને પોતાના ફોલોવર્સને કંઈક જણાવી રહ્યા છે.

વીડિયોમાં હર્ષા કહે છે, 'હર હર મહાદેવ, જય શ્રી રામ. ઘણા લોકો મને મેસેજ કરી રહ્યાં છે કે દીદી અમને અમારા પ્રેમને વશમાં કરવો છે જેથી તે અમારી સાથે લગ્ન કરી લે અને ક્યારેય દૂર ન જાય. તો આજે હું તમને એવો મંત્ર જણાવવાની છું જેનાથી તમે તમારા જીવનમાં પોતાનો પ્રેમ, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડને વશમાં કરી શકો છો. જે તમને ક્યારેય છોડીને જશે નહીં. તમારી દરેક વાત માનશે. અને તે મંત્ર છે- ॐ ગીલી ગીલી છુ, ॐ ફટ્ સ્વાહા. આ મંત્રનો તમારે દરરોજ 1008 વખત જાપ કરવાનો છે અને આગામી 11 દિવસ સુધી કરવાનો છે. જો બારમાં દિવસ સુધી તમને કોઈ પરિણામ ન મળ્યું તો પાછી કમેન્ટ કરજો, નવો મંત્ર જણાવીશ. હું પોતે પણ શોધી રહી છું.' આ રીતે ખબર પડે છે કે આ એક ફની રીલ છે અને આવો કોઈ મંત્ર નથી પરંતુ હર્ષા માત્ર મજેદાર રીલ બનાવી રહ્યા હતા.

એક વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે 'હું એક્ટિંગને છોડીને શાંતિની શોધમાં આ માર્ગ પર ચાલી રહી છું અને હજુ સનાતનને સમજી રહું છું. હું 30 વર્ષની છું. ઉત્તરાખંડથી આવી છું અને આચાર્ય મહામંડલેશ્વરની શિષ્યા છું.' તાજેતરની તસવીરો સિવાય તેમની જૂની ગ્લેમરસ તસવીરો ખૂબ વાયરલ છે જેમાં તેમનો મોર્ડન અવતાર છે. 

હર્ષા રિછારિયા નિરંજની અખાડાના શિષ્યા છે. તેમનો જન્મ યુપીના ઝાંસીમાં થયો બાદમાં તે એમપીના ભોપાલમાં શિફ્ટ થઈ ગયા. માતા-પિતા અત્યારે ભોપાલમાં જ રહે છે. હર્ષાએ ઘણા સમય સુધી મુંબઈ અને દિલ્હી વગેરે શહેરોમાં રહીને કામ કર્યું. બાદમાં તેમનું મન અધ્યાત્મ તરફ વળી ગયુ. ઘણા સમયથી તે ઉત્તરાખંડમાં રહીને સાધના કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો