માર્ગ અકસ્માતમાં બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું મોત, બહેનની હાલત ગંભીર
બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્ય

બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે તેમના બનેવીનું રોડ અકસ્માતમાં મોત થયું છે. તેમના બહેનની સ્થિતિ ગંભીર છે. બંને બિહારના ગોપાલગંજથી કારમાં કોલકાતા જઈ રહ્યા હતા અને રસ્તામાં તેમનો અકસ્માત થયો હતો.
બનેવીનું મોત બહેનની હાલત ગંભીર
પંકજ ત્રિપાઠીની બહેન સરિતાને ધનબાદની SNMC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમની સારવાર ચાલી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે તેમના બનેવી રેલ્વેમાં નોકરી કરતા હતા. તેમનું પોસ્ટિંગ ચિતરંજનમાં હતું. તેમનો અકસ્માત કેવી રીતે થયો? તે મામલે વધુ જાણકારી મળી નથી.
પંકજ ત્રિપાઠી ધનબાદ પહોંચશે
મળતા અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે પંકજ ત્રિપાઠી પણ ધનબાદ પહોંચશે. જો આપણે તેમના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો તેમણે ગયા મહિને નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી મિસ્ટ્રી કોમેડી ફિલ્મ ‘મર્ડર મુબારક’ કરી હતી, તેમની સાથે કો સ્ટાર્સમાં સારા અલી ખાન, વિજય વર્મા, કરિશ્મા કપૂર હતા . લોકોને તેમની ફિલ્મ ખૂબ પસંદ આવી હતી.






