મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કેન્સલ થઈ શકે છે ‘બિગ બોસ ઓટીટી 3’, સામે આવ્યું રદ્દ થવાનું મોટું કારણ

હાલ ‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સિઝન ચર્ચામાં છે. બિગ બોસ ઓટીટી 3માં સામેલ

કેન્સલ થઈ શકે છે ‘બિગ બોસ ઓટીટી 3’, સામે આવ્યું રદ્દ થવાનું મોટું કારણ

હાલ ‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સિઝન ચર્ચામાં છે. બિગ બોસ ઓટીટી 3માં સામેલ થનારા સેલેબ્સનું અંદાજિત લિસ્ટ પણ સામે આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના શહજાદા ધામીથી લઈને ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ની દલજીત કૌર સુધીના અનેક સેલેબ્સ તેમાં ભાગ લેવાના છે. જોકે, આ તમામ સમાચારની વચ્ચે એક એવા સમાચાર પણ આવી રહ્યા છે કે મેકર્સે ‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સિઝન કેન્સલ કરી નાખી છે.

શું કહે છે સૂત્રો?

‘બિગ બોસ’ સાથે જોડાયેલા સૂત્રોએ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે માહિતી આપી હતી. સૂત્રોનું કહેવું છે કે, કલર્સ ટીવી અને જિઓ સિનેમાએ નિર્ણય લીધો છે કે તેઓ આ વર્ષે ‘બિગ બોસ ઓટીટી’ નહીં લાવે. વાસ્તવમાં ‘બિગબોસ 17’ હાલમાં જ જાન્યુઆરીમાં પૂરું થયું છે. એવામાં જો ‘બિગ બોસ ઓટીટી 3’ લાવશે તો ‘બિગ બોસ 17’, ‘બિગ બોસ ઓટીટી 3’ અને ‘બિગ બોસ 18’ વચ્ચે ખૂબ જ ઓછું રહી જશે. એટલે આ વર્ષે ‘બિગ બોસ ઓટીટી 3’ કેન્સલ કરવામાં આવ્યું છે. કારણ કે, મેકર્સ નથી ઈચ્છતા કે દર્શકો ‘બિગ બોસ’થી કંટાળી જાય.

હજુ પણ છે થોડી આશા

સૂત્રોએ એવું પણ કહ્યું છે કે, અત્યારે કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો. અત્યારે માત્ર વાતચીત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ‘બિગ બોસ ઓટીટી 3’ માટે જે સેલેબ્સના નામ સામે આવ્યા છે તેમાં શિઝાન ખાન, અરહાન બહલ, શહજાદા ધામી, પ્રતીક્ષા હોનમુખે, દલજીત કૌર, મેક્સટર્ન, શ્રીરામ ચંદ્રા, ધનશ્રી વર્મા વગેરે સામેલ છે.

આ સમાચાર શેર કરો