મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

લવ અને મ્યુઝિકના ફ્યુઝન માટે થઈ જાઓ તૈયાર, આ દિવસે રિલીઝ થશે 'બંદિશ બેન્ડિટ્સ 2'

પ્રાઈમ વીડિયોની પ્રખ્યાત વેબ સિરીઝ 'બંદિશ બેન્ડિટ્સ' ડિસેમ્બરમાં નવી સિઝન સાથે પરત ફરી રહી છે. સિરીઝ ટૂંક સમ

લવ અને મ્યુઝિકના ફ્યુઝન માટે થઈ જાઓ તૈયાર, આ દિવસે રિલીઝ થશે 'બંદિશ બેન્ડિટ્સ 2'

પ્રાઈમ વીડિયોની પ્રખ્યાત વેબ સિરીઝ 'બંદિશ બેન્ડિટ્સ' ડિસેમ્બરમાં નવી સિઝન સાથે પરત ફરી રહી છે. સિરીઝ ટૂંક સમયમાં OTT પર પ્લેટફોર્મ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. પ્રાઈમ વીડિયોએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શોનું પહેલું પોસ્ટર શેર કર્યું છે. ભારતીય શાસ્ત્રીય સંગીત રાગો અને રોક-પોપ બીટ્સનું મેશઅપ ફરી એકવાર કંઈક મજેદાર બનાવવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો: 10 વર્ષમાં નથી આપી હિટ ફિલ્મ, છતાં પણ એક મૂવી માટે કરોડો રૂપિયા લે છે આ એક્ટર, જાણો તેની નેટવર્થ

બંદિશ બેન્ડિટ્સ 2 ક્યારે રિલીઝ થશે?

અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા નિર્મિત અને આનંદ તિવારી દ્વારા નિર્દેશિત 'બંદિશ બેન્ડિટ્સ' ની નવી સિઝન 13 ડિસેમ્બરે રિલીઝ થશે. મ્યુઝિકલ ડ્રામા શોમાં એક પરિવાર અને તેના વારસાની વાર્તા બતાવવામાં આવી છે. આ સાથે, તમને શોમાં પાત્રોની પોતાની ઓળખ અને જૂના અને નવા સમય વચ્ચે સંતુલન બનાવવા જેવા મુદ્દાઓ પણ જોવા મળશે. 'બંદિશ બેન્ડિટ્સ' માં ઋત્વિક ભૌમિક અને શ્રેયા ચૌધરી લીડ રોલમાં છે.

પહેલી સિઝનમાં બંનેની કેમેસ્ટ્રીએ ઘણી લાઈમલાઈટ મેળવી હતી. આ વખતે શોમાં ઘણા નવા ચહેરા જોવા મળવાના છે. પોસ્ટરમાં દિવ્યા દત્તા અને યશસ્વિની દાયમા જોવા મળી રહી છે. આ સિવાય પોસ્ટરમાં રાજેશ તૈલાંગ, શીબા ચડ્ઢા અને અતુલ કુલકર્ણી પણ તેમની ઓન-સ્ક્રીન સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે.

બંદિશ બેન્ડિટ્સના ગીતો

સિરીઝના ગીતો ખૂબ જ હિટ રહ્યા હતા. ખાસ કરીને 'સજન બિન' અને 'છેડખાનિયાં' ખૂબ વાયરલ થયા હતા. શાસ્ત્રીય સંગીત અને આધુનિક પોપનું મિશ્રણ લોકોને ગમ્યું. આ શોમાં ઋત્વિક ભૌમિક (રાધે) અને શ્રેયા ચૌધરી (તમન્ના) ઉપરાંત નસીરુદ્દીન શાહ, શીબા ચડ્ઢા, રાજેશ તૈલાંગ જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા. પ્રથમ સિઝનમાં નિર્માતાઓએ રાજસ્થાનની સંસ્કૃતિ દર્શાવી હતી.

અમૃતપાલ સિંહ બિન્દ્રાએ સીઝન 2 વિશે શું કહ્યું?

બીજી સિઝનવિશે વાત કરતા અમૃતપાલ સિંહે કહ્યું, 'બંદિશ બેન્ડિટ્સ એક એવી સિરીઝ છે જેના પર અમને ગર્વ છે. પ્રથમ સિઝનમાં અમારો ઉદ્દેશ્ય ભારતીય શાસ્ત્રીય સંગીતને રજૂ કરવાનો અને આધુનિકતા વચ્ચેના સંઘર્ષને બતાવવાનો હતો. જે પહેલા ભાગ્યે જ દર્શાવવામાં આવ્યું છે.' બીજી સિઝનમાં, મેર્કસ વાર્તાને જ્યાંથી છોડી હતી ત્યાંથી આગળ લઈ જશે. 

આ સમાચાર શેર કરો