મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

10 વર્ષમાં નથી આપી હિટ ફિલ્મ, છતાં પણ એક મૂવી માટે કરોડો રૂપિયા લે છે આ એક્ટર, જાણો તેની નેટવર્થ

બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમના કરિયરની શરૂઆત ફ્લોપ ફિલ્મોથી થઈ હતી. જોકે, પાછળથી તેમ

10 વર્ષમાં નથી આપી હિટ ફિલ્મ, છતાં પણ એક મૂવી માટે કરોડો રૂપિયા લે છે આ એક્ટર, જાણો તેની નેટવર્થ

બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમના કરિયરની શરૂઆત ફ્લોપ ફિલ્મોથી થઈ હતી. જોકે, પાછળથી તેમણે કેટલીક હિટ ફિલ્મો પણ આપી હતી. આજે અમે તમને એવા જ એક એક્ટર વિશે જણાવી રહ્યા છીએ જેણે પોતાના 15 વર્ષના કરિયરમાં 11 ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમાંથી માત્ર બે જ બોક્સ ઓફિસ પર સફળ રહી છે.

આ પણ વાંચો: 500થી વધુ ફિલ્મો કરી હોવા છતાં ભાડે રહે છે બોલીવુડના આ અભિનેતા

અમે જે એક્ટરની વાત કરી રહ્યા છીએ, આજે એટલે કે 16 નવેમ્બરે તેનો જન્મદિવસ છે. ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા આ એક્ટર વીજે હતો. બાદમાં તેણે સલમાન ખાન, અજય દેવગન અને અસિન અભિનીત ફિલ્મ 'લંડન ડ્રીમ્સ'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. અમે વાત કરી રહ્યા છીએ આદિત્ય રોય કપૂરની જે આજે પોતાનો 39મો જન્મદિવસ મનાવી રહ્યો છે.

'આશિકી 2' થી રાતોરાત સ્ટાર બન્યો

આદિત્ય રોય કપૂરે 'લંડન ડ્રીમ્સ'માં સપોર્ટીંગ એક્ટરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ પછી તેણે 'એક્શન રિપ્લે' અને 'ગુઝારીશ'માં કામ કર્યું, પરંતુ તે પણ ફ્લોપ સાબિત થઈ હતી. આદિત્યને 2013ની ફિલ્મ 'આશિકી 2'થી મોટો બ્રેક મળ્યો અને તે રાતોરાત સ્ટાર બની ગયો. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથેની તેની જોડી ફેન્સને પસંદ આવી હતી.

15 વર્ષની કારકિર્દીમાં માત્ર બે જ હિટ ફિલ્મો આપી

2013માં જ આદિત્ય રોય કપૂર, રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની 'યે જવાની હૈ દીવાની' માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ તેની કારકિર્દીની બીજી હિટ ફિલ્મ સાબિત થઈ હતી. આ પછી આદિત્યએ 'ફિતૂર', 'દાવત-એ-ઈશ્ક', 'ઓકે જાનુ', 'કલંક', 'મલંગ', 'સડક 2', 'ગુમરાહ' જેવી ઘણી ફિલ્મો કરી પરંતુ બધી ફ્લોપ રહી હતી.

ફિલ્મો માટે લે છે કરોડો રૂપિયા

આદિત્ય રોય કપૂરે 10 વર્ષથી એક પણ હિટ ફિલ્મ આપી નથી. આમ છતાં તેની પાસે સંપત્તિની કોઈ કમી નથી. ફ્લોપ એક્ટર તરીકેનો ટેગ મળ્યો હોવા છતાં, તે તેની ફિલ્મો માટે મોટી રકમ લે છે. એક રિપોર્ટ અનુસાર, આદિત્ય રોય કપૂર તેની એક ફિલ્મ માટે 7 કરોડ રૂપિયા ફી લે છે. તેની પાસે પોતાનું આલીશાન ઘર અને કારનું અદ્ભુત કલેક્શન છે. તેની નેટવર્થ 89 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાન ફેન્સને ફરી એકવાર બતાવશે 'સર્કસ': આઇકોનિક શો આ દિવસથી દૂરદર્શન પર મચાવશે ધૂમ

આદિત્ય રોય કપૂરનું વર્ક ફ્રન્ટ

આદિત્ય રોય કપૂર છેલ્લે અનિલ કપૂર અને શોભિતા ધૂલીપાલા સાથે હોટસ્ટારની વેબ સિરીઝ 'ધ નાઇટ મેનેજર' માં જોવા મળ્યો હતો. હવે અભિનેતા સારા અલી ખાન સાથે અનુરાગ બાસુની 'મેટ્રો-ઈન દિનો' માં જોવા મળશે. આ ફિલ્મમાં નીના ગુપ્તા, અનુપમ ખેર અને અલી ફઝલ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.

આ સમાચાર શેર કરો