VIDEO: અભિનેત્રી તૃષા પર અસભ્ય ટિપ્પણી મામલે બબાલ! ઉદયનિધિ સ્ટાલિન પર કંગના રનૌતે સાધ્યું નિશાન
તાજેતરમાં તમિલનાડુમાં ભારે વિવાદ ઊભો થયો જ્યારે સોમવારે (૩ ઓગસ્ટ) એક જાહેર રેલી દરમિયાન દક્ષિણ ભારતીય અભિનેત્રી તૃષા કૃષ્ણન પર કથિત વાંધાજનક ટિપ્પણી કરવા બદલ વિપક્ષના નેતા (LoP) ઉદયનિધિ સ્ટાલિનની મંગળવારે સવારે અટકાયત કરવામાં આવી. મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVK દ્વારા આ ટિપ્પણી અંગે પોલીસ અને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)માં ફરિયાદો નોંધાવવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર કંગના રનૌતની પ્રતિક્રિયા
ઉદયનિધિ સ્ટાલિનનીઅટકાયત બાદ બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે. કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, "ગંદી ગાળો, ડબલ મીનિંગ વાળા અશ્લીલ અને અસભ્ય જોક્સનું જાહેર પ્રદર્શન કોઈપણ સભ્ય સમાજમાં સ્વીકાર્ય નથી. શ્રી સ્ટાલિનને આ ગુના માટે જેલમાં મોકલવામાં આવ્યા. હોઈ શકે કે અત્યાર સુધી તેમને જામીન મળી ગયા હોય, પરંતુ આ એક સારો દાખલો બેસાડે છે."

શું હતો સ્ટાલિનનો વિવાદિત બોલ?
અહેવાલ મુજબ, ઉદયનિધિ સ્ટાલિન તે સમયે કાવેરી જળ વિવાદ અંગે વાત કરી રહ્યા હતા અને તેમણે તમિલમાં પોતાની પાર્ટીનો ઉલ્લેખ કરતા કહ્યું, "આપણા મુખ્યમંત્રી કાવેરી જળ મુદ્દે કંઈ બોલી રહ્યા નથી. તેમને DMK પર ખોટા કેસ નોંધવાની વધુ ચિંતા છે." જ્યારે શ્રોતાઓમાંથી કોઈએ તૃષાનું નામ લીધું, ત્યારે તેઓ હસ્યા અને કાવેરી વિશે વાત કરતી વખતે તૃષા અંગે એક ટિપ્પણી કરી, જ્યારે તેમની આસપાસના લોકો ઉત્સાહમાં આવીને બૂમો પાડી રહ્યા હતા.

