Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Marriage saved for 17 years, but alcoholism took everything away'; The emotional explanation of the actress

'17 વર્ષ સુધી લગ્ન બચાવ્યા, પણ દારૂની લતે બધું છીનવી લીધું'; અભિનેત્રીનો ભાવુક ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
'17 વર્ષ સુધી લગ્ન બચાવ્યા, પણ દારૂની લતે બધું છીનવી લીધું'; અભિનેત્રીનો ભાવુક ખુલાસો
સોર્સ : gstv

શુભાંગી અત્રે ટેલિવિઝનની લોકપ્રિય એક્ટ્રેસ છે. તે ટીવી પર 'કસ્તૂરી', 'ચિડિયા ઘર' અને 'ભાભીજી ઘર પર હૈં' જેવા લોકપ્રિય શૉ માટે જાણીતી છે. શુભાંગીની રિયલ લાઈફ પણ કોઈ ટીવી સીરિયલથી કમ નથી રહી. તેણે નાની ઉંમરે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 22 વર્ષના દામ્પત્યજીવનનો અંત આણીને પુત્રીનો એકલા હાથે ઉછેર કર્યો. આજે તેના પૂર્વ પતિ આ દુનિયામાં નથી.

App Store

હવે શુભાંગી અત્રેએ પોતાના અંગત જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ અંગે ખુલીને વાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાના છૂટાછેડા અને પૂર્વ પતિના નિધન અંગે વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું કે, 'પતિથી અલગ થવાનો નિર્ણય લેવામાં મને 17 વર્ષનો સમય લાગ્યો હતો. લગ્ન માત્ર સાથે રહેવું કે સારી-સારી તસવીરો પોસ્ટ કરવી નથી, પરંતુ લગ્નનો મતલબ એ છે કે તમે એક સાથે મોટા થાવ છો. હું પીયુષને હંમેશાં કહેતી હતી કે તમારી ગ્રોથ માટે જે કરવું હોય તે કરો, પછી ભલે તે ફોટોગ્રાફી હોય કે બિઝનેસ, પરંતુ પોતાના માટે કંઈક કરો.'

22 વર્ષનું લગ્નજીવન તૂટ્યું

શુભાંગીએ આગળ કહ્યું કે, 'પરંતુ પીયુષને ધીમે-ધીમે દારૂની લત લાગી ગઈ અને તે જ એ ક્ષણ હતી જ્યારે મને લાગ્યું કે હવે અલગ થઈ જવું જોઈએ. તમામ આર્થિક જવાબદારીઓ મારા ઉપર આવી ગઈ હતી. મેં લગ્ન બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો. હું ઈચ્છતી હતી કે મારી પુત્રી આશી સાથે તેના પિતા રહે. મારા માટે લગ્નનું ખૂબ મહત્ત્વ હતું અને હું લગ્ન બચાવવા માગતી હતી પરંતુ ઘણી વાર તમે કિસ્મત સામે નથી લડી શકતા.'

એક્ટ્રેસે આગળ કહ્યું કે, 'હું પીયુષને ખૂબ પ્રેમ કરુ છું, પરંતુ આજે પણ હું એકલી બેસીને તેમને પૂછું છું કે દારૂમાં એવું તો શું હતું, જેના માટે તમે મને અને આપણી દીકરીને છોડીને તેને પસંદ કર્યું.'

દારૂની લતે લીધો પૂર્વ પતિનો જીવ

તમને જણાવી દઈએ કે, શુભાંગી અત્રેના પૂર્વ પતિ પીયુષ પૂરેને દારૂની લતના કારણે લિવર સિરોસિસની ગંભીર બીમારી થઈ હતી. બીમારી સામે ઝૂઝતા તેમણે 19 એપ્રિલ 2025ના રોજ દુનિયાને અલવિદા કહી દીધુ હતું. શુભાંગી અત્રે અને પીયુષ પૂરે 2003માં લગ્નના બંધનમાં બંધાયા હતા અને 5 ફેબ્રુઆરી 2025ના રોજ બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. શુભાંગી ભલે પતિથી અલગ થઈ ગઈ હતી, પરંતુ આજે પણ તેના દિલમાં પીયુષ માટે પ્રેમ અને સન્માન છે.