Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kangana Ranaut's videos and posts set social media ablaze, making controversial statements on Hindu actresses

VIDEO: કંગના રનૌતના વીડિયો અને પોસ્ટથી સોશિયલ મીડિયા ગરમાયું, હિન્દુ અભિનેત્રીઓ પર આપ્યું વિવાદિત નિવેદન

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક વીડિયો અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હિન્દુ મહિલાઓ, તેમના સંબંધો અને રાજકીય વિચારધારા પર નિશાન સાધ્યું છે. કંગનાએ નામ લીધા વિના અભિનેત્રી સોનાક્ષી સિંહા પર પરોક્ષ રીતે ગંભીર આરોપો લગાવ્યા છે. આ વીડિયો અને પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ઊભો થયો છે.

App Store

'પોકેટમાર' જેવા કપડાં અને વર્તન પર કંગનાનો કટાક્ષ

કંગના રનૌતે પોતાની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, 'ઘણા ફેક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે અને મારી પોસ્ટ પરની આ 'લાઇક' પણ ફેક છે. હું ક્યારેય કોઈને બોડી શેમ નથી કરતી, પરંતુ મેં નોંધ્યું છે કે ઇન્ડસ્ટ્રીની એક અભિનેત્રી આજકાલ પોકેટમાર જેવા કપડાં પહેરે છે અને તેવી જ ભાષા બોલે છે. તે અડધી પેન્ટ અને ઊંધી કેપ પહેરીને ખિસ્સાકાતરુની જેમ વાત કરે છે તથા પ્રદર્શનકારીઓના ખરાબ વર્તનને ઉત્સાહપૂર્વક પ્રોત્સાહન આપી રહી છે. મને હંમેશા એવું લાગે છે કે સંબંધોમાં તમે કેવા કપડાં પહેરો છો તે તમારી માનસિકતા દર્શાવે છે. એવામાં જો તમારો પાર્ટનર તમને ખિસ્સાકાતરુ જેવો અનુભવ કરાવતો હોય તો તે દુઃખદ છે. તે પહેલાં કેટલાં સુંદર કપડાં પહેરતી હતી અને કેટલી મર્યાદાથી વાત કરતી હતી, તેને શું થઈ ગયું છે? વિચારો તમારા પોતાના હોઈ શકે છે, પરંતુ તમે તમારી સ્ટાઇલિંગ વધુ સારી બનાવી શકો છો. જો તમને કોઈ મદદની જરૂર હોય તો હું હંમેશા તમારી સાથે છું.'

'ઇસ્લામિસ્ટ' પુરુષો અને રાજકીય વિચારધારા અંગે કંગનાનું નિવેદન

વીડિયોમાં કંગનાએ દાવો કર્યો કે, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીક હિન્દુ યુવતીઓ પહેલાં રાજકારણ કે ધર્મ અંગે તટસ્થ હોય છે. પરંતુ જેવી તે 'ઇસ્લામિસ્ટ' પુરુષો સાથે લગ્ન કે મિત્રતાના સંબંધમાં આવે છે, તરત જ તેની વિચારધારા બદલાઈ જાય છે અને તે કટ્ટરપંથી કે ડાબેરી બની જાય છે.'

કંગનાએ પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું કે, 'હું પહેલાં મધ્યમમાર્ગી હિન્દુ હતી, પરંતુ હવે હું સંઘી, ભાજપ અને આરએસએસની વિચારધારા સાથે જોડાયેલી 'જાગૃત હિન્દુ' બનવા માંગું છું.'

સોનાક્ષી સિંહાનું વિરોધ પ્રદર્શનને સમર્થન અને વિવાદ

અભિનેતા ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરનાર સોનાક્ષી સિંહાએ તાજેતરમાં દિલ્હીના જંતર મંતર પર NEET પેપર લીક વિવાદ અંગે યોજાયેલા વિરોધ પ્રદર્શન અને 'ચલો સંસદ' માર્ચનું સમર્થન કર્યું હતું. સોનાક્ષી સોશિયલ મીડિયા પર સતત આ વિરોધ પ્રદર્શન અંગે પોસ્ટ શેર કરતી રહી છે. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપ પણ થઈ હતી. કંગનાએ આ પહેલાં પણ પ્રદર્શન કરી રહેલા યુવાનોને 'ગટર જનરેશન' કહીને સંબોધ્યા હતા, જેના કારણે વિવાદ વધુ વકર્યો હતો.

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા અને જૂનો વીડિયો વાયરલ

કંગના રનૌતના આ કટાક્ષ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ એ તરત જ અનુમાન લગાવી લીધું હતું કે કંગનાનો ઇશારો સોનાક્ષી સિંહા તરફ જ હતો. યુઝર્સે કંગનાની પોસ્ટ સાથે સોનાક્ષીની તસવીરો શેર કરવાનું શરૂ કરી દીધું હતું. બીજી તરફ, કંગનાનો 2018ના કાન્સ ફેસ્ટિવલની આફ્ટર-પાર્ટીનો ડાન્સ કરતો જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે, 'ભૂતકાળમાં મેં બધું જ કર્યું છે, પરંતુ હવે હું મારી ધાર્મિક અને રાજકીય ઓળખ પ્રત્યે પૂરી રીતે જાગૃત છું.'