Asrani: એક ફિલ્મની નાનકડી ભૂમિકાએ અસરાનીનું કરિયર ટોચે પહોંચી ગયું, જાણો તેની પાછળની અજાણી વાતો

Asrani: હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને જાણીતા કોમેડિયન અસરાનીનું આજે દિવાળીના દિવસે નિધન થઈ ચુક્યું છે. તેઓએ શોલે જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય દ્વારા દર્શકોના મનમાં અમિટ છાપ છોડી છે. અસરાનીએ કેટલીક ગુજરાતી ફિલ્મો પણ કરી હતી. જેમાં અમદાવાદનો રિક્ષાવાળો ગીત હજી લોક હૈયે છે. અસરાની સરસ ગુજરાતી પણ બોલી શકતા હતા. રીટા ભાદુરી, અરુણા ઈરાની, કિરણ કુમાર સાથે અસરાનીએ ફિલ્મો કરી હતી. મળતી માહિતી અનુસાર, અભિનેતા અસરાની ગત 5 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અસરાની 84 વર્ષની જૈફ વયે આજે 20 ઑક્ટોબરે અંતિમ શ્વાસ લીધા હતા.
અભિનેતા અસરાનીનું આખું નામ ગોવર્ધન અસરાની હતું. તેઓ ઢોલ, ધમાલ અને ખટ્ટામીઠા જેવી ફિલ્મો પણ ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે વાત આવે શોલેની તો તેઓનો ''અંગ્રેજો કે જમાને કે જેલર થે'' આ રોલ માટે સ્પેશિયલ યાદ કરવામાં આવે છે. ડાયરેક્ટર રમેશ સિપ્પી દ્વારા નિર્દેશનમાં બનેલી શોલે ફિલ્મે તાજેતરમાં જ 50 વર્ષ પૂર્ણ કર્યા હતા. જેમાં ભજવેલી નાનકડી પણ સુંદર ભૂમિકાએ અસરાનીને લોકપ્રિય બનાવી દીધા હતા.
'શોલે' ફિલ્મ બાદ અસરાનીને ઢગલાબંધ ફિલ્મો મળી
શોલે ફિલ્મના નિર્માણ પહેલા અસરાનીને ફિલ્મના ડાયરેક્ટરે ફોન કર્યો હતો. ત્યારે અસરાનીને જરાપણ ખબર નહોતી કે આ ફિલ્મ બાદમાં એક દંતકથા બની જશે. અસરાનીને ત્યાં સુધી ખબર નહોતી કે શોલે જેવી કોઈ ફિલ્મ પણ બની રહી છે. જો કે, બાદમાં અસરાનીને ખબર પડી કે આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, હેમામાલિની, સંજીવ કુમાર, અમજદ ખાન જેવા સ્ટાર્સ પણ રોલ કરવાના છે. ફિલ્મના ડાયરેક્ટરના ફોન બાદ અસરાની ડાયરેક્ટરની ઓફિસે ગયા અને ફિલ્મની સ્કિપ્ટ હતી જેમાં ડાયલોગ લખેલા હતા. જે અસરાનીને જેલર બનવાનું હતું અને આ દરમ્યાન બોલવાના હતા. જેલર એક મૂર્ખ વ્યક્તિ છે અને પોતાની જાતને ખૂબ ચતૂર સમજે છે. પરંતુ તે હકીકતમાં બબૂચક છે. પરંતુ દેખાવ એક પાવરફુલ જેલર જેવો રાખે છે. જેથી આવી ભૂમિકા કરવા ડાયરેક્ટર સમજાવે છે અને ત્યારબાદ અસરાની આ જેલરની ભૂમિકા માટે ખૂબ મહેનત કરે છે. હિટલર જેવું બનવા અસરાની રાત-દિવસ મહેનત કરે છે. સંવાદ કરવા તેમજ હિટલર જેવી ચાલ કરવા મહેનત કરે છે. જે શોલે ફિલ્મમાં જીવ રેડી દીધાનું સામે આવે છે.
અસરાનીના જણાવ્યા પ્રમાણે હિટલર વિશે જાણવા તેમને સેકન્ડ વર્લ્ડ વૉર પર આધારિત એક બુક ખોલી હતી. જેમાં હિટલરના નવ પેજ હતા. ત્યારે અસરાની માટે પણ ચેલેન્જ હતો. તેમને મનમાં જ કહ્યું હે, ભગવાન! આ હિટલરની ભૂમિકા છે? ત્યારબાદ હિટલર ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે અસરાનીએ કપડાં, મૂછો, સંવાદ અને ચાલવાની રીત બધુ કરવા તનતોડ મહેનત કરી હતી. જે રીતે હિટલર પોતાના જાહેર ભાષણ અને આત્મવિશ્વાસ સાથે ચાલતો તે રીતે વર્તન કરવા અસરાનીને શોલે ફિલ્મના ડાયરેક્ટરે જણાવ્યું હતું.
હિટલરના પુસ્તકો, વાક્છટા, સંવાદ માટે અસરાનીએ ખૂબ મહેનત કરી
અસરાનીએ શોલે ફિલ્મમાં જેલરના રોલ માટે તૈયારીઓ કરી હતી. ત્યારબાદ ફિલ્મના ડાયરેક્ટરે સંવાદો અંગે પૂછ્યું અને અસરાનીએ કહ્યું કે હું એ અવાજ હું કઈ રીતે લાવીશ. હિટલરનો અવાજના રેકોર્ડિંગ વિશ્વમાં એક્ટિંગ સ્કૂલોમાં વગાડવામાં આવે છે. વાસ્તવમાં હિટલરના અવાજમાં ભારે ઉતાર ચઢાવ હતો. શોલે ફિલ્મના ડાયરેક્ટરે મને જણાવ્યું હતું કે, આપણે આ સંવાદોમાં પણ તેવો જ ઉતાર-ચઢાવ લાવવાનો રહેશે. હિટલર જેવા વસ્ત્રો, મૂંછ, અવાજ બધુ તૈયાર કરાવ્યું અને બાદમાં સ્ટુડિયોમાં ચાલવા જણાવવામાં આવ્યું ત્યારબાદ ડાયરેક્ટરે પૂછ્યું અસરાની સંવાદ કઈ રીતે બોલીશ? તો અસરાનીએ આખો મોનોલોગ કર્યો હતો. ટૂંકમાં શોલે ફિલ્મ માટે અસરાનીએ ખૂબ જ નાનકડી ભૂમિકા કરી પરંતુ તેમાં જીવ રેડી દીધો હતો. જે દર્શકોને 50 વર્ષ પછી પણ ભૂલવા નથી દેતો.

