Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Indian Railways: Some passenger trains will be cancelled on 21 and 22 October 2025, know the reason

Indian Railways: 21 અને 22 ઑક્ટોબર 2025ના રોજ કેટલીક પેસેન્જર ટ્રેનો રદ રહેશે, જાણો કારણ

Timeછેલ્લું અપડેટ : 20 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Indian Railways: 21 અને 22 ઑક્ટોબર 2025ના રોજ કેટલીક પેસેન્જર ટ્રેનો રદ રહેશે, જાણો કારણ
સોર્સ : GSTV

Indian Railways: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે દિવાળી પર્વની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે નાગરિકો દિવાળી, બેસતું વર્ષ, છઠ્ઠ પૂજાના તહેવારોની ઉજવણી માટે પોતાના વતન જઈ રહ્યા છે. આ દરમ્યાન લોકો ટ્રેનમાં જવાનું વધારે મહત્ત્વ આપે છે. જેથી પોતાના ઘરે જલ્દી અને સસ્તામાં પહોંચી જવાય. 

App Store

મળતી માહિતી અનુસાર, દિવાળી, નવા વર્ષ અને છઠ્ઠ પૂજાના તહેવારોને લીધે ટ્રેનોમાં ભારે ભીડ રહેતી હોય છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ ભીડ અને નાસભાગ મચતી હોય છે. જેના લીધે  પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલન સંબંધિત કારણોસર અમદાવાદ મંડળ પર ચાલતી કેટલીક પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે:  

21 અને 22 ઓક્ટોબર 2025ના રોજ રદ થનારી ટ્રેનો:  1.    ટ્રેન નં. 69185/69186 અમદાવાદ-વિરમગામ-અમદાવાદ મેમુ 2.    ટ્રેન નં. 59481/59482 મહેસાણા-ભીલડી-મહેસાણા પેસેન્જર 3.    ટ્રેન નં. 59509/59510 મહેસાણા-વિરમગામ-મહેસાણા પેસેન્જર 4.    ટ્રેન નં. 59511/59512 મહેસાણા-વિરમગામ-મહેસાણા પેસેન્જર 5.    ટ્રેન નં. 59475/59476 મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર 6.    ટ્રેન નં. 59483/59484 મહેસાણા-પાટણ-મહેસાણા પેસેન્જર  ટ્રેનોનું સંચાલન, સમય, સ્ટોપ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.