Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO: Forest Department issues red alert on Gir border to prevent lions from being harassed

VIDEO: સિંહોની પજવણી ન થાય તે માટે ગીરની બોર્ડર પર વનવિભાગ દ્વારા જાહેર કરાયું રેડ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 19 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: દિવાળીના તહેવારોને લઈ જૂનાગઢ જિલ્લાના ગીર પરની બોર્ડર પર વન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું કે, કારણ કે, સિંહોની પજવણી ન થાય તે માટે વન વિભાગ સજ્જ થયું છે. તહેવારોમાં લાખો પ્રવાસીઓ ગીરમાં આવતા હોયચ છે અને ગેરકાયદેસર સિંહ દર્શ અટકાવવા તેમજ સિંહની પજવણી રોકવા બોર્ડર પર વન તંત્રની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. 

App Store

જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર પંથકમાં વનતંત્ર એલર્ટ અપાયું છે. સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સિહોની પજવણી થાય છે તેવા હોટસ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. આજથી તા. 26 સુધી વનતંત્ર રહેશે એલર્ટ મોડ પર રહેશે. ગીરની બોર્ડર પરના ગામડામાં વનતંત્રનો સ્ટાફ ફોરવ્હિલ અને બાઈક પર પેટ્રોલિંગ પર નીકળ્યા હતા.