VIDEO: દિવાળીના તહેવારને લઈ ચોટીલા પ્રાંત અધિકારીએ મીઠાઈ-ફરસાણ અને ફટાકડાની તપાસ કરી
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામ ચોટીલામાં દિવાળીના તહેવારોને લઈ મીઠાઈ, ફરસાણ અને ફટાકડાના વેપારીઓની નાયબ કલેકટરે બેઠક બોલાવી હતી. મીઠાઈના ભાવ નક્કી કરવામાં અને સુરક્ષાને લઈને બેઠક કરાઈ. તેમજ અગાઉ જે વ્યક્તિઓ ફટાકડાનું સ્ટોરેજ તેમજ વેચાણ કરવા માંગતા હોય તેઓએ ફરજિયાત લાયસન્સ મેળવી ફટાકડાનું વેચાણ તેમજ સ્ટોરેજ કરવું તે અંગે બેઠક બોલાવી સૂચના આપી હતી.
ચોટીલાના નાયબ કલેકટર મકવાણા દ્વારા શહેરમાં આવેલી મીઠાઈ તેમજ ફટાકડાઓની દુકાનોની તપાસણી કરી હતી.કોઈ વેપારીઓ જે મીઠાઈના ભાવ નક્કી કરેલ છે તેનાથી વધારે ભાવ લેવામાં આવતા નથી તે અંગે તેમજ લાઇસન્સ વગર ફટાકડાનું સ્ટોરેજ કે વેચાણ કરવામાં આવતું નથી તે અંગે ચકાસણી ખાત્રી કરેલી હતી.શહેરમાં પ્રથમ વખત ફટાકડા લાયસન્સ અને મીઠાઈ ફરસાણ ભાવ બંધણાની તપાસ થતા લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

